હિતેન વિઠ્ઠલાણી/ નવી દિલ્હી : કોવિડ 19 મહામારી ના ડર થી જ્યાં દુનિયા ની તસ્વીરો બદલાયેલી જોવા મળી રહી છે. ત્યાં સંસદનું આગામી મોનસૂન સત્ર પણ બચ્યું નથી.  સદનમાં સાંસદોના બેસવાની જગ્યા બિલકુલ જ બદલાઈ જશે. વર્ચ્યુઅલ સંસદ પર સહમતી નહી સધાતા હવે રાજ્યસભા સાંસદોને લોકસભામાં બેસાડવામાં આવશે, તો બીજી તરફ લોકસભાના સાંસદોને સેન્ટ્રલ હોલ અથવા તો બાલ યોગી સભાગરમાં બેસાડવા પર વિચાર ચાલી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UP- બિહારમાં આસમાની આફતના 3 મહિનામાં 347 લોકોનાં મોત નિપજ્યાં, સરકાર પરેશાન


મોનસૂન સત્રના સમગ્ર સંચાલન અંગેની તૈયાર વિકલ્પો પર લોકસભા સભાપતિ ઓમ બિરલા અને રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુ બેઠકો યોજી રહ્યા છે. સંસદ સચિવાલયમાં એમના સમક્ષ કેટલાક વિકલ્પો રજૂ કરવામાં આવ્યા. મોનસૂન સત્રને લઈ હાલ સરકારે કોઈ તારીખ નિર્ધારિત નથી કરી, પણ મોનસૂન સત્રની બેઠકોને લઈ સંસદના બંને સદનની તૈયારીઓ ચાલી રહી છે. 


અમેરિકા રવાના થશે AIR INDIA ની 36 ફ્લાઇટ, આજથી શરૂ થઇ રહ્યું છે બુકિંગ


સૂત્રો મુજબ સદનની કાર્યવાહી અંગે અનેક વિકલ્પો પર ચર્ચા ચાલી રહી છે. જો કે સરકાર વર્ચ્યુઅલ સંસદ અંગે જ વિચારણા કરી રહી હતી. જો કે તેમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી સૌથી મોટો અવરોધ બની શકે છે. 400 જિલ્લાઓથી એક સાથે વિડિઓ કૉંફ્રેન્સ કરવાની ક્ષમતા પર સંદેહ ના કારણે વર્ચ્યુઅલ સંસદના વિકલ્પ પર સહમતી સધાઇ નહોતી શકી. જેના કારણે આ વિકલ્પ ખુલ્લો મુકી દેવાયો હતો. વિકલ્પ મુજબ સાંસદ સીધા પોતાના ગૃહ ક્ષેત્રથી સંસદની કાર્યવાહીમાં વિડિઓ કૉંફ્રેન્સીન્ગથી ભાગ લઈ શકતા હતા. પણ આ વર્ચ્યુઅલ બેઠકમાં વિડિઓ અને ઓડિયોની ક્વોલિટી  જાળવી રાખવાની સમસ્યા ના કારણે વિકલ્પ ને છોડવામાં આવ્યો.


#ZeeNewsWorldExclusive: LAC પર આગળ વધી રહી છે ભારતીય સેના, પાછુ હટી રહ્યું છે ચીન


ત્યારબાદ સદનની કાર્યવાહી માટે બીજા વિકલ્પ પર પણ ચર્ચા કરવામાં આવી. જે મુજબ સદસ્યો વચ્ચે 2 ગજ ની દુરી જાળવી રાખવાનો પણ બંદોબસ્ત કરવામાં આવશે. વિકલ્પ મુજબ સદનમાં નીચેની સીટોની સાથે સાથે ઉપરની ગેલેરીનો ઉપયોગ પણ સાંસદોના બેસવા માટે કરવામાં આવશે. પણ સંખ્યા બળને ધ્યાનમાં રાખી સૂત્રો મુજબ રાજ્યસભાના સદસ્યો માટે લોકસભા ગૃહ પર સહમતી બની છે.  જેમાં 245 સાંસદોને 2 ગજની દુરી સાથે બેસાડી શકાય છે. તો લોકસભા માટે સેન્ટ્રલ હોલ અને બાલ યોગી સભાગરનો ઉપયોગ કરી 543 સાંસદો ને 2 ગજ ની દુરી સાથે સદનની કાર્યવાહી ચલાવી શકવાનું નક્કી કરાયું છે. આવા તમામ વિકલ્પ પર વિચાર ચાલી રહ્યો છે સરકાર મંજૂરી આપે તો પ્રથમ વાર સંસદની કાર્યવાહી બદલાયેલી જરૂર જોવા મળશે. સેશન પણ સંસદ ના ઇતિહાસમાં લખાશે.


હિમાચલ પ્રદેશે રચ્યો ઇતિહાસ! આ સફળતા પ્રાપ્ત કરનારુ દેશનું પ્રથમ રાજ્ય બન્યું


ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી કોરોનાના વધતા કેસથી કોઈ રાહત ન મળતી હોવાનું જોઈ સરકાર ઓગસ્ટના મધ્યમાં સંસદનું મોનસૂન સત્ર બોલાવી શકે છે. સંભવત 6 દિવસીય સીમિત કલાકોની કાર્યવાહી વાળું મોનસૂન સત્ર જોવા મળી શકે છે. હાલાકી સદન ની પુરી કાર્યસૂચિ બન્યા બાદ જ કોઈ અંતિમ નિર્ણય લેવાઈ શકે છે.


ભારત સરકારની ઇચ્છા શક્તિ, NSA અજીત ડોભાલની મંત્રણાને અંતે ચીને નમનું પડ્યું


સંસદ સચિવાલયના સૂત્રો મુજબ સરકાર કાર્યસૂચિ અને તારીખ નક્કી કરી લેશે ત્યારબાદ જ સદન ની કાર્યવાહી અને વિકલ્પ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. સૂત્રો મુજબ સદસ્યોની સહમતી મળ્યા બાદ જ કામ કરવાના કલાકો પણ ઘટાડવામાં આવશે. કારણકે દરરોજ પુરી સંસદ ને કિટાણુંમુક્ત કરવી પણ અનિવાર્ય રહેશે. હાલાકી અત્યાર સુધી લોકસભા ની બેઠક સેન્ટ્રલ હોલ અને રાજ્યસભા ની બેઠક લોકસભામાં યોજવા પર પણ સહમતી બની છે.


સારી ગુણવત્તા માટે NHAI નો મોટો નિર્ણય, માર્ગની ક્વોલિટીના આધારે રહેશે રૈંકિંગ


છ મહિનાની સીમા નજીક 
બજટ સત્ર 23 માર્ચ એ પૂર્ણ થવાનું હતું પણ 19 માર્ચ એ સંસદ ની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાઈ હતી અને છ મહિનાની અંદર બીજી બેઠક બોલાવવી જરૂરી છે અને તેની સીમા પણ 23 સપ્ટેમ્બર એ સમાપ્ત થઈ રહી છે.


LAC પર પાછળ હટ્યા ચીની સૈનિકો, ચીનના વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન


કોરોના અને સીમા વિવાદ પર સદનની સહમતી 
દેશના સામે કોરોના મહામારી અને ચીનથી સંઘર્ષ અને નેપાલથી સંબંધોમાં આવેલી ખટાશ જેવા અનેક મુદ્દાઓ ઉભા છે જે મામલે સદનમાં વિધેયકો પર સહમતી જરૂરી છે.


ભારતનો કૂટનીતિક 'માસ્ટરસ્ટ્રોક', F-35ના નામથી કેમ બેચેન છે જિનપિંગ અને ઈમરાન? જાણો ખાસિયતો


વિપક્ષનું દબાવણ
કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળ સરકાર પર સંસદનું સત્ર ન બોલાવવાના આક્ષેપો કરી રહી છે. દેશની રક્ષા મુદ્દે ગત અઠવાડિયે કોંગ્રેસએ વર્ચ્યુઅલ સત્ર બોલાવવાની પણ માંગ કરી હતી.


વાયરલ VIDEO: વિકાસ દુબેનું રાજકીય કનેક્શન, ભાજપના MLAએ આરોપો ફગાવ્યાં


આવશ્યક વસ્તુ સંશોધન અધ્યાધેશ મંજુર કરાવવા 
સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક નિર્ણય લીધા છે. ડુંગળી અને બટાકાના ભંડારણની સીમા માં 5 જૂન એ આવશ્યક વસ્તુ સંશોધન અધ્યાધેશ લાવી હતી. તે સિવાય ખેડૂત મંડી ની બહાર પણ પોતાનો પાક વહેંચી શકે તે માટે પણ અધ્યાધેશ લાવી હતી. તો કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે 22 એપ્રિલ એ દેશભરમાં મહામારી કાયદો લાગૂ કર્યો હતો. સ્વાસ્થ્ય રાજ્યનો વિષય હોય પણ કેન્દ્રએ નિર્ણય પોતાના હાથમાં લીધા હતા. તે સિવાય 7 અને 9 એપ્રિલે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સાંસદો અને મંત્રીઓના વેતન 30 ટકા ઘટાડવાનો નિર્ણય પણ લીધો હતો. જે તમામ અધ્યાધેશોને સદનની મંજૂરી મેળવવી જરૂરી છે. તે સિવાય સરકાર શ્રમ કાયદા માં અનેક પ્રકાર ના બદલાવ ઈચ્છી રહી છે. જે તમામ વિધેયક, અધ્યાધેશ સદન માં મંજુર કરાવવાની પ્રાથમિકતા સાથે મોનસૂન સત્ર લાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી તમામ તૈયારીઓ હાથ ધરાઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube