LAC પર પાછળ હટ્યા ચીની સૈનિકો, ચીનના વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન
હિન્દુસ્તાનના આક્રમક વલણને જોતા ચીનના તેવર ઢીલા પડેલા દેખાય છે. ચીનને સમજમાં આવી ગયું છે કે ભારત પોતાના નિર્ણય પર મક્કમ છે. એટલે જ તે LAC પર ભારતના મક્કમ વલણ આગળ ઝૂક્યું છે. ચીને સ્વીકાર્યું છે કે ભારત સાથે લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ ઘટાડવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે.
Trending Photos
બેઈજિંગ: હિન્દુસ્તાનના આક્રમક વલણને જોતા ચીનના તેવર ઢીલા પડેલા દેખાય છે. ચીનને સમજમાં આવી ગયું છે કે ભારત પોતાના નિર્ણય પર મક્કમ છે. એટલે જ તે LAC પર ભારતના મક્કમ વલણ આગળ ઝૂક્યું છે. ચીને સ્વીકાર્યું છે કે ભારત સાથે લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ ઘટાડવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે ભારત અને ચીનના સૈન્ય કમાન્ડરો સાથે વાતચીત થઈ છે અને તણાવ ઘટાડવાની દિશામાં પ્રભાવી પગલાં લેવાઈ રહ્યાં છે. ચીનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ભારતે ચીનને ચારેબાજુથી ઘેરીને દબાણ સર્જ્યુ છે જેને વશ થઈને ચીને ગલવાન ઘાટીમાં 3 પોસ્ટ પર પોતાના સૈનિકોને પાછળ હટાવ્યાં છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ સરહદ પર વાતચીતને લઈને ભારતના વિશેષ પ્રતિનિધિ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વાતચીત બાદ બંને દેશના સૈનિકો પાછળ હટવા પર સહમત થયા છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને દેશોના સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત થયા બાદ સરહદે તૈનાત સૈનિકો વચ્ચે તણાવ ઘટાડવા માટે પ્રભાવી પગલાં લેવાઈ રહ્યાં છે.
લદાખમાં ચીનના સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા શરૂ
લદાખમાં (Ladakh) ચીનના સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગલવાનથી ચીન (China) ના સૈનિકોની ગાડીઓ, બખ્તરબંધ ગાડીઓ પાછી જઈ રહી છે. ચીનના સૈનિકો પીએલએ પીપી 14થી ટેન્ટ હટાવતા જોવા મળ્યાં. ચીનના સૈનિકો ગલવાન, હોટસ્પ્રિંગ અને ગોગરામાં પાછા જતા જોવા મળ્યાં. અત્રે જણાવવાનું કે બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે અનેક તબક્કાની કમાન્ડર સ્તરની બેઠકો થઈ ચૂકી છે. લદાખમાં તણાવ ન ઘટતા નરેન્દ્ર મોદીએ NSA અજીત ડોભાલને પણ મોરચે લગાવી દીધા હતાં.
China & India have made progress coming up with effective measures for frontline troops to disengage & deescalate the border situation at the 3rd commander-level talks between the two militaries on June 30: China's Global Times quotes Chinese Foreign Ministry Spox Zhao Lijian pic.twitter.com/UzuWb3gcBk
— ANI (@ANI) July 6, 2020
સૂત્રોના જણાવ્યાં મુજબ હજુ એ સ્પષ્ટ નથી થયું કે ચીનના સૈનિકો કેટલા કિલોમીટર સુધી પાછળ હટ્યા છે. પણ જાણકારો ચીનના આ પગલાંને તણાવ ઘટાડવા તરફનું પહેલું પગલું માની રહ્યાં છે. અત્રે જણાવવાનું કે 15 જૂનના રોજ મોડી રાતે જવાનો વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતાં. જ્યારે ચીનના પણ 40થી વધુ જવાનો મર્યા હતાં
3 પોસ્ટ પર પાછળ હટવા લાગ્યા સૈનિકો
સૂત્રોના જણાવ્યાં મુજબ ચીનના સૈનિકો ત્રણ પોસ્ટ ગલવાન, હોટસ્પ્રિંગ અને ગોગરાથી પાછા હટતા જોવા મળી રહ્યાં છે. આગામી 24 કલાક ખુબ મહત્વપૂર્ણ છે. છેલ્લા બે મહિનાથી બંને દેશની સેનાઓ આમને સામને છે. ભારત હજુ પણ ચીનના સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. પેંગોન્ગ પર હજુ પણ ચીનના સૈનિકો જામી બેઠા છે. ભારતનું સ્પષ્ટ કહેવું છે કે ચીની સૈનિકોએ ફિંગર 8થી પાછળ હટવું પડશે.
જુઓ LIVE TV
LAC પર ભારતના મક્કમ વલણ આગળ ચીને આખરે નમવું જ પડ્યું. ગલવાનથી ચીનના સૈનિકોનું પાછળ હટવું એનો અર્થ છે કે ગલવાનમાં ભારતની મોટી જીત છે. LAC પર ચીનની આર્મી પીપી 14થી ટેન્ટ હટાવતી જોવા મળી છે. જેનો અર્થ છે કે વિસ્તારવાદ પર ભારતના વિકાસવાદની જીત થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે