Delhi Corona: દિલ્હીમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 1000 ને પાર નવા કેસ, પોઝિટિવિટી રેટ 4.48 ટકા
Delhi Corona Update: કોરોનાની ચોથી લહેરની આશંકાઓ વચ્ચે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1083 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાથી 1 વ્યક્તિનું મોત પણ થયું છે. છેલ્લા 24 કલાકમાં 812 દર્દી સાજા થયા છે. દિલ્હીમાં અત્યારે પોઝિટિવિટી રેટ 4.48 ટકાએ પહોંચી ગયો છે.
Delhi Corona Update: દેશમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રવિવારના દિલ્હીમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 1000 થી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દિલ્હીમાં એક્ટિવ દર્દીઓની સંખ્યાનો આંકડો અઢી મહિનામાં સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1083 નવા કેસ આવ્યા છે. જ્યારે કોરોનાથી 1 વ્યક્તિનું મોત થયું છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનામાંથી 812 દર્દીઓ સાજા થયા છે. દિલ્હીમાં અત્યારે પોઝિટિવિટી રેટ 4.48 ટકાએ પહોંચી ગયો છે અને એક્ટિવ દર્દીઓની સંખ્યા 3975 થઈ ગઈ છે. દિલ્હીમાં 12 ફેબ્રુઆરી બાદ પહેલી વખત એક્ટિવ દર્દીઓની સંખ્યા સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. 12 ફેબ્રુઆરીએ એક્ટિવ દર્દીઓની સંખ્યા 4331 હતી.
આ વર્ષે દીદીની રાખડી નહીં મળે, પીએમ મોદી પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1 વ્યક્તિનું મોત થયું છે. આ સાથે મૃતકોની સંખ્યા 26,168 થઈ છે. દિલ્હીમાં સંક્રમણના નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 18,74,876 થઈ ગઈ છે.
બે વાર મોતને ભેટી જીવતો થયો શખ્સ! હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પહેલા GF ને કર્યું પ્રપોઝ; આ વાતનો હતો ભય
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં 25,177 સેમ્પલના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ પહેલા દિલ્હીમાં શનિવારના કોરોનાના 1094 નવા કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ જણાવી દઈએ કે, દિલ્હીમાં 13 જાન્યુઆરીના કોરોનાના 28,867 કેસ આવ્યા હતા. દિલ્હીમાં 14 જાન્યુઆરીના સંક્રમણ દર 30.6 ચકા નોંધાયો હતો.
સુપર સ્ટાર યશે ફેન્સને કર્યા આશ્ચર્યચકિત, સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
જો દેશભરમાં કોરોના કેસની વાત કરીએ તો રવિવારના કોરોનાના 2593 નવા કેસ આવ્યા છે. જ્યારે દેશમાં કોરનાથી 44 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 15,873 છે. તો બીજી તરફ સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને હવે 4,30,57,545 થઈ ગઈ છે. જ્યારે 44 દર્દીઓના મોત બાદ હવે મુત્યુઆંક 5,22,193 થઈ ગયો છે.
(ઇનપુટ- ANI)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube