Lata Deenanath Mangeshkar Award: આ વર્ષે દીદીની રાખડી નહીં મળે, પીએમ મોદી પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત
Lata Deenanath Mangeshkar Award: પીએમ મોદીએ કહ્યું કે, સંગીત તમન માતૃત્વ અને મમતાની અનુભવ કરાવી શકે છે. સંગીત તમને રાષ્ટ્રભક્તિ, કર્તવ્યબોધના શિખર સુધી પહોંચાડી શકે છે. પીએમ મોદી પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
Trending Photos
Lata Deenanath Mangeshkar Award: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઇની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં દેવેન્દ્ર ફડણવીસ, આદિત્ય ઠાકરે, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, સંગીત, સાધના અને ભાવના પણ છે. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ લતા મંગેશકરને યાદ કરતા ભાવુક થયા હતા. પીએમ મોદીએ કહ્યું કે પેઢીઓને પ્રેમ અને લાગણીની ભેટ આપનાર લતા દીદી તરફથી હંમેશા એક મોટી બહેન જેવો અપાર પ્રેમ મળ્યો છે. આનાથી મોટું સૌભાગ્ય બીજુ શું હોઈ શકે છે. ઘણા દાયકાઓ પછી આ પહેલો રક્ષાબંધનનો તહેવાર આવશે, જ્યારે દીદી નહીં હોય.
પીએમ મોદીએ વધુમાં કહ્યું સંગીત માતૃત્વ અને મમતાનો અનુભવ કરાવી શકે છે. સંગીત તમને રાષ્ટ્રભક્તિ અને કર્તવ્યબોધના શિખર પર પહોંચાડી શકે છે. આપણે બધા ભાગ્યશાળી છે કે આપણે સંગીતની આ પોષણક્ષમતાને, આ શક્તિને લતા દીદીના રૂપમાં જોઈ છે. તેમણે કહ્યું કે એવોર્ડ જ્યારે લતા દીદી જેવી મોટી બહેનના નામથી હોય, તો મારા માટે તે તેમના પોતાનાપણું અને પ્રેમનું પ્રતીક છે. હું આ એવોર્ડ તમામ દેશવાસીઓને સમર્પિત કરું છું.
પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યું- લતા દીદી સાથે ઘણી વખત મારી વાત થતી હતી. તેમની એક વાત હું ભૂલી શકીશ નહીં. તેઓ હંમેશા કહેતા હતા કે મનુષ્ય તેમની ઉંમરથી નહીં કામથી મોટા થાય છે. જે દેશ માટે જેટલું વધારે કરે તે એટલો મોટા થાય છે. પીએમ મોદીએ કહ્યું કે, લતા દીદી ઉંમરથી પણ મોટા હતા અને કર્મથી પણ મોટા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે