નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે રાહુલ ગાંધી (Rahul Gandhi)ને સણસણતો જવાબ આપ્યો છે. જયશંકરે રાહુલ ગાંધીની તે ટ્વીટનો જવાબ આપ્યો છે, જેમાં તેમણે સરકારથી પૂછ્યું હતું કે, ગલવાનમાં સૈનિકો (India-China Border Dispute)ને કે નિશસ્ત્ર કેમ મોકલવામાં આવ્યા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભારત-ચીન સીમા વિવાદ પર સતત 3 દિવસે મેજર જનરલ સ્તરે વાતચીત, કેટલાક મુદ્દા પર થઈ ચર્ચા


વિદેશ મંત્રીએ ટ્વીટમાં લખ્યું- આપણે હકીકતોને સીધી સમજવી જોઈએ. સરહદ પર તૈનાત સૈનિકો હંમેશા હથિયાર સાથે રાખે છે. ખાસ કરીને જ્યારે તેઓ તેમની જગ્યા છોડે છે. 15 જૂનના રોજ, ગલવાન ખાડીમાં તૈનાત સૈનિકોએ પણ આવું જ કંઈક કર્યું. પરંતુ લાંબા સમય સુધી (1996 અને 2005  કરાર મુજબ) એલએસી પર ફેસઓફ દરમિયાન હથિયારનો ઉપયોગ થતો નથી.


આ પણ વાંચો:- સરકારની ચીન સામે પ્રથમ મોટી કાર્યવાહી, ડ્રેગનની કમર તોડવા કરી તૈયારી


તમને જણાવી દઇએ કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર સરહદ વિવાદ પર પ્રહાર કરી રહ્યાં છે. રાહુલે હાલમાં જ એક વીડિયો શરે કરતા પૂછ્યુ, ભાઈઓ અને બહેનો, ચીને હિન્દુસ્તાનના નિશસ્ત્ર સૈનિકોની હત્યા કરી મોટો ગુનો કર્યો છે. મારો સવાલ છે કે, આ વીરોને હથિયાર વગર ખતરા તરફ કોણે મોકલ્યા અને કેમ મોકલ્યા. કોણ જવાબદાર છે. ધન્યવાદ.


આ પણ વાંચો:- પરપ્રાંતીયઓને તેમના ગામમાં જ મળશે રોજગાર, નાણા મંત્રીએ કરી આ મોટી જાહેરાત


તમને જણાવી દઇએ કે, રાહુલ ગાંધીના સૈનિકોને લઇને પૂછ્વામાં આવેલા સવાલ પર ભાજપે સણસણતો જવાબ આપ્યો હતો. પાર્ટીના પ્રવક્તા સંબિધ પાત્રાએ કહ્યું, રાહુલ ગાંધી કોંગ્રેસ સરકારના કરારને ભૂલી ગઈ. તેમણે ભારત-ચીન વિવાદની સમજણ નથી. વિપક્ષના રાજકારણથી દેશમાં ગુસ્સો છે. પ્રધાનમંત્રી પર હુમલો, દેશ પર હુમલો છે. સર્વદળીય બેઠકથી પહેલા પીએમ પર સવાલ કેમ?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube