પરપ્રાંતીયઓને તેમના ગામમાં જ મળશે રોજગાર, નાણા મંત્રીએ કરી આ મોટી જાહેરાત
Trending Photos
નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ ગુરુવારે ગરીબ કલ્યાણ રોજગાર યોજના (Garib Kalyan Rojgar Abhiyaan) વિશે જાણકારી આપતા કહ્યું કે, કોરોના (Coronavirus) સંકટથી દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન (Lockdown)માં પરપ્રાંતીયો (Migrant Workers) શહેર છોડી તેમના વતન જતા રહ્યાં છે. 6 રાજ્યોના 116 જિલ્લામાં સૌથી વધારે પરપ્રાંતિય શહેરથી પરત ફર્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય આ શ્રમિકોની સ્કિલનું મેપિંગ કર્યું છે. હવે પીએમ ખગડિયા જિલ્લાથી રોજગાર અભિયાન શૂ કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 20 જૂનના ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન યોજના શરૂ કરશે.
સીતારમણે કહ્યું કે, આભિયાન 125 દિવસ ચાલશે. જળ જીવન મિશન યોજના, આવાસ યોજના જેવી યોજનાઓ પર કામ કરવામાં આવશે. નાણા મંત્રીએ કહ્યું કે અમે 25 પ્રકારના કામ નક્કી કર્યા છે જે લોકોને આપવામાં આવશે.
નિર્મલા સીતારમણે કહ્યું કે, શ્રમિક 125 દિવસમાં ત્યાં પ્રોજેક્ટ પર કામ કરશે. તેમના સ્કિલથી અમે કુવો ખોદવા, રસ્તા, પંચાયત બિલ્ડિંગ જેવા એસેટ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, સરકાર તેમની રોજી રોટીનો ખ્યાલ રાખશે.
આ પણ વાંચો:- ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે પાકિસ્તાન રચી રહ્યું છે નવું ષડયંત્ર? ISI હડક્વોર્ટરમાં મળ્યા સેના પ્રમુખ
જેમણે કહ્યું કે, ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનમાં 125 દિવસમાં સરકારની લગભગ 25 યોજનાઓ એક સાથે લાવવામાં આવશે અને આ 125 દિવસમાં દરેક યોજનાને તેને ઉચ્ચતમ સ્તર પર લઈ જવામાં આવશે. જે જિલ્લામાં વધારે શ્રમિકો પરત ફર્યા છે તેમાં સરકારની આ 25 યોજનાઓમાં જેને પણ કામની જરૂરીયાત છે તેમને કામ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે