Foreign Produced Covid Vaccines: એક્શન મોડમાં સરકાર, વિદેશી રસીને 72 કલાકમાં આપશે મંજૂરી!
Foreign Produced Covid Vaccines: સરકારે ગુરૂવારે કહ્યું કે, ભારતનું ડ્રગ રેગ્યુલેટર વિદેશમાં બનેલી રસીના સીમિત ઇમરજન્સી ઉપયોગ માટે અરજી મળવા પર ત્રણ દિવસની અંદર નિર્ણય લઈ લેશે.
નવી દિલ્હીઃ foreign Produced Covid Vaccines: સરકારે ગુરૂવારે કહ્યું કે, ભારતનું ડ્રગ રેગ્યુલેટર વિદેશમાં બનેલી રસીના સીમિત ઇમરજન્સી ઉપયોગ માટે અરજી મળવા પર ત્રણ દિવસની અંદર નિર્ણય લઈ લેશે.
સેન્ટ્રલ મેડિસીન્સ ઓથોરિટી, સીડીએસસીઓ ઇમરજન્સી સ્થિતિમાં સીમિત ઉપયોગ માટેની મંજૂરી માટે રજીસ્ટ્રેશન પ્રમાણપત્રો (કોવિડ -19 રસી ઉત્પાદન અને તેની નોંધણી, ઉત્પાદન સ્થળના કિસ્સામાં) અને આયાત લાઇસન્સ માટે અરજી આપવાના ત્રણ કામકાજી દિવસની અંદર વિચાર કરશે.
કેન્દ્રએ મંગળવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કે અમેરિકા, યૂરોપ, બ્રિટન કે જાપાનના નિયામકોની મંજૂરી પ્રાપ્ત કોરોના વાયરસની બધી વેક્સિનને તત્કાલ મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સીડીએસસીઓએ નિયમનકારી મંજૂરીને લઈે વિસ્તૃત નિર્દેશ જારી કર્યો છે.
આ પણ વાંચોઃ Night Curfew: દેશના વધુ એક રાજ્યમાં કોરોના કર્ફ્યૂ, રાત્રે 8થી સવારે 7 સુધી બધુ બંધ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે વિદેશમાં નિર્મિત કોવિડ વિરોધી રસી માટે એક નિયમનકારી નિર્દેશ જારી કર્યો છે. તે પ્રમાણે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) એ વિસ્તૃત દિશા-નિર્દેશ તૈયાર કર્યા છે, જેમાં વિદેશમાં મંજૂર રસીને લઈને જાણકારી આપવામાં આવી છે.
સરકારે 13 એપ્રિલે યૂએસએફડીએ, ઈએમએ, યૂકે એમએચઆરએ, પીડએમડીએ જાપાન દ્વારા મંજૂર કે વિશ્વ આરોગ્ય સંસ્થામાં લિસ્ટેડ કોવિડ-19 રસીને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો.
મંત્રાલયે કહ્યું કે, આ નિર્ણયથી ભારતમાં વિદેશી રસી પહોંચી શકશે અને જથ્થાબંધ દવા સામગ્રીને લઈને આયાત તથા રસી નિર્માણ ક્ષમતાને પ્રોત્સાહન મળશે અને દેશની અંદર રસીની ઉપલબ્ધતા વધશે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube