`રામ રામ`નો જવાન નહી આપનાર વિદેશી નાગરિક પર ચાકુથી હુમલો
હુમલાખોર યુવકની અટક કરવામાં આવી, ભારત ભ્રમણ પર આવેલાવિદેશી નાગરિક રાધાકુંડ પર ભજન કરી રહ્યો હતો ત્યારે થયો હુમલો
મથુરા : જિલ્લાનાં ગોવર્ધન વિસ્તારમાં મંગળવારે પરિક્રમા માર્ગ પર એક યુવકે વિદેશી શ્રદ્ધાળુની ગરદન પર ચાકુ મારીને તેને ઘાયલ કરી દીધો હતો. પીડિત વિદેશીને સામુદાયીક સ્વાસ્થય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો ચે. હુમલાખોર યુવકની ધરપકડ કરી લેવાઇ છે. લેતવિયન નાગરિક જેમિત્રિજ ભારતની યાત્રા પર છે. તે રાધાકુંડનાં ખજુર ઘાટ પર રહીને ભજન કરે છે. મંગળવારે સવારે જ્યારે તે રાધાકુંડ પર ભજન કરી રહ્યો હતો, ત્યારે ઋષી કુમાર નામનાં સ્થાનિક યુવકે તેની ગરદન પર ચાકુથી પ્રહાર કરી દીધો. હુમલામાંવિદેશી શ્રદ્ધાળુઓ ઘાયલ થઇ ગયો. ઘટના સ્થળે પહોંચેલા પોલીસે તેને સારવાર માટે ખસેડ્યો હતો.
BJPમાં જોડાવા માટે દિલ્હી પહોંચ્યા TMCના 3 ધારાસભ્ય અને 20 કોર્પોરેટર
ડોક્ટર્સ દ્વારા તેની પ્રાથમિક સારવાર કરવામાં આવી. ઘા ઉંડો નથી. હાલ તેને હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે હુમલાનુ કારણ ઘણુ ચોંકાવનારુ છે. આરોપીએ વિદેશી નાગરિકે રામ રામ કહ્યું હતું, પરંતુ તેણે કોઇ જવાબ નહોતો આપ્યો. મળતી માહિતી અનુસાર આરોપી ફરીવાર રામ રામ કહેતા વિદેશીનાગરિકે તેને લાફો ફટકારી દીધો હતો. તેના કારણે ગુસ્સે ભરાયેલા યુવકે તેના પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો.
રાજસ્થાનઃ કોંગ્રેસના 15 ધારાસભ્યો સંપર્કમાં, ભાજપના નેતા જ્ઞાનદેવ આહુજાનો દાવો
રાહુલ રાજીનામા પર અડગ, પાર્ટીના નેતાઓને કહ્યું "એક મહિનામાં મારો વિકલ્પ શોધી લો"
વરિષ્ઠ પોલીસ અધિક્ષક સત્યાર્થ અનિરુદ્ધ પંકજે જણાવ્યું કે, હુમલાખોર યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પુછપરછમાં હુમલાનું કોઇ કારણ જાણી શકાયું નથી. તેનાં વ્યવહાર અંગે પણ માહિતી મેળવવામાં આવી રહી છે. હાલ તો વિદેશી નાગરિકને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. જો કે ઘા ઉંડો નહી હોવાનાં કારણે તેની સ્થિતીમાંસુધારો છે.