નવી દિલ્હી: સીબીઆઇના પૂર્વ ચીફ અને વરિષ્ઠ આઇપીએસ અધિકારી આલોક વર્માએ નોકરી પરથી રાજીનામું આપી દીધું છે. તેમને ગુરૂવારે પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી સેલેક્શન કમિટીની બહુમતના આધારે તેમના પદથી હટાવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમને ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના ડિરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા હતા. આલોક કુમાર વર્માએ આ પદનો અસ્વિકાર કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આ રાજ્યમાં બેરોજગાર બ્રાહ્મણોને અપાઈ રહી છે મોંઘીદાટ કાર?


સેક્રેટરી પર્સનલ એન્ડ ટ્રેનિંગને લખેલા પત્રમાં આલોક વર્માએ કહ્યું કે તેઓ પોલીસ સર્વિસથી 31 જુલાઇ 2017ના નિવૃત્ત થઇ ગયા છે અને માત્ર ડાયરેક્ટર સીબીઆઇ માટે તેઓ 31 જાન્યુઆરી 2019 સુધી તૈનાત હતા. કેમકે હવે તેમને સીબીઆઇ પદથી હટાવામાં આવ્યા છે એટલા માટે તેમણે તાત્કાલીક સમયથી પદથી નિવૃત્ત માનવામાં આવે.


વધુમાં વાંચો: ગગનયાનને ડિસેમ્બર 2021 સુધીમાં અંતરિક્ષમાં મોકલવામાં આવશે: ઈસરો


આલોક કુમાર વર્માએ પત્રમાં લખ્યું હતું કે અત્યાર સુધીમાં તેમની સર્વિસ રેકોર્ડમાં બેદાગ રહી છે, ત્યારે સિલેક્શન કમિટીએ તેમને પોતાની વાત કહેવાની તક આપી નથી અને વાત સાંભળ્યા વગર તેમને પદથી હટાવી દેવામાં આવ્યા છે. સિલેક્શન કમિટીએ માત્ર ફરિયાદીકર્તાની વાત સાંભળી જેના પર સીબીઆઇ પોતે તપાસ કરી રહી છે અને તેઓ સીવીસીની તપાસ કમિટી સમક્ષ આરોપના પુરાવા લઇને પોતે હાજર નહોતા.


વધુમાં વાંચો: 1993ની એ ચૂંટણી...જ્યારે સપા-બસપાએ ભેગા થઈને ભાજપને આપી હતી કાંટાની ટક્કર


ખોટા નિરાધાર અને બોગસ આરોપોના આધાર પર કરવામાં આવ્યું ટ્રાન્સફર
આ પહેલા ઉચ્ચસ્તરીય પસંદગી સમિતિ દ્વારા સીબીઆઇ ડાયરેક્ટરના પદથી હટાવ્યા બાદ આલોક વર્માએ દાવો કર્યો કે તેમનું ટ્રાન્સફર તેમના વિરોધમાં રહેતા એક વ્યક્તિની તરફથી લગાવવામાં આવેલા ખોટા, નિરાધાર અને બોગસ આરોપોના આધાર પર કરવામાં આવ્યું છે.


વધુમાં વાંચો: PM મોદીને ચૂંટણી જંગમાં ટક્કર આપશે હાર્દિક પટેલ? સપા-બસપા ગઠબંધનનો ઉમેદવાર બનશે!


પ્રધનામંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ઉચ્ચસ્તરીય પસંદગી સમિતિએ ભ્રષ્ટાચાર અને કર્તવ્યમાં બેદરકારીના આરોપમાં ગુરુવારે વર્માને પદથી હટાવ્યા હતા.


આ મામલે મૌન તોડતા આલોક વર્માએ ગુરૂવાર મોડી રાત્રે એક નિવેદનમાં કહ્યું કે ભ્રષ્ટાચારના હાઇ-પ્રોફાઇલ મામલે તપાસ કરનાર મહત્વપૂર્ણ એજન્સી હોવાના કરાણે સીબીઆઇની સ્વતંત્રતાને સુરક્ષિત અને સંરક્ષિત રાખવી જોઇએ.


વધુમાં વાંચો: રાષ્ટ્રીય પરિષદ બેઠક: 2019ની ચૂંટણી પહેલા ભાજપ કયા કયા મુદ્દાઓ પર દાવ ખેલશે? હવે પત્તા ખુલશે 


તેમણે કહ્યું કે, ‘‘તેમણે બાહ્ય દબાણ વગર કામ કરવું જોઇએ, મેં એજન્સીની ઇમાનદારીને બનાવી રાખવાની પ્રયત્ન કર્યો છે. જ્યારે તેને નષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ કેન્દ્ર સરકાર અને સીવીસીના 23 ઓક્ટોબર, 2018ના આદેશોમાં જોઇ શકાય છે કે, જે કોઇ અધિકારક્ષેત્ર વગર આપવામાં આવ્યા હતા અને તેમને રદ પણ કરવામાં આવ્યા છે.’’


વધુમાં વાંચો: આલોક વર્માએ કાઢ્યો બળાપો- કહ્યું- 'ખોટા આરોપોના આધારે મને CBI ડિરેક્ટરના પદેથી હટાવ્યો'


વર્માએ તેમના વિરોધી એક વ્યક્તિ દ્વારા લગાવવામાં આવેલા ખોટા, નિરાધાર અને બોગસ આરોપોના આધાર પર સમિતિ દ્વારા ટ્રાન્સફરનો આદેશ જાહેર કરવા આવતા દુ:ખ વ્યક્ત કર્યું હતું.


સરકાર તરફથી ગુરૂવારે જાહેર કરવામાં આવેલા આદશે અનુસાર, 1979 બેંચના આઇપીએસ અધિકારીને ગૃહમંત્રાલય અંતર્ગત અગ્નિશમન વિભાગ, નાગરિક સુરક્ષા અને હોમ ગાર્ડ્સના ડિરેક્ટર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે. સીબીઆઈના ડિરેક્ટર હાલમાં અતિરિક્ત નિયામક એમ નાગેશ્વર રાવના હવાલો સંભાળે છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...