નવી દિલ્હી : વડાપ્રધાન મોદીના વખાણ કરતા પૂર્વ કોંગ્રેસ નેતા એપી અબ્દુલલ્લાકુટ્ટીએ બુધવારે ભાજપનો પાલવ પકડી લીધો હતો. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજીરમાં અબ્દુલ્લાકુટ્ટી પાર્ટીમાંજોડાઇ ગયા. અબ્દુલ્લાકુટ્ટીનાં ભાજપમાં જોડાયાની સાથે જ કેરળમાં પાર્ટીને ફાયદો થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ કોંગ્રેસ નેતાએ લોકસબા ચૂંટણીમાં ભાજપ નીત એનડીએને ભવ્ય જીત બદલ વડાપ્રધાનમોદીના વખાણ કર્યા હતા. અબ્દુલ્લાકુટ્ટીના આ નિવેદન બાદ કોંગ્રેસે તેમની પાસે સ્પષ્ટીકરણ માંગ્યું હતું અને ત્યાર બાદ પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી હતી. 


S-400 મુદ્દે દબાણ કરતા અમેરિકાને જયશંકરે રોકડુ પરખાવ્યુ, રાષ્ટ્રહિત સર્વોપરિ
એપી અબદુલ્લાકુટ્ટીએ જીતને વડાપ્રધાન મોદીના વિકાસ એજન્ડાની સ્વીકાર્યતા ગણાવતા કહ્યું કે, વડાપ્રધાનની સફળતાનું સુત્ર એ જ છેકે તેમણે ગાંધીવાદી મુલ્યોને અપનાવ્યા છે. પૂર્વ કોંગ્રેસનાં નેતાએ સ્વચ્છ બારત અભિયાન અને ઉજ્જવલા યોજનાના પણ વખાણ કર્યા હતા. ફેસબુક પર નરેન્દ્ર મોદીના શાનદાર જીત શીર્ષક સાથે લખેલી પોસ્ટમાં અબ્દુલ્લાકુટ્ટીએ કહ્યું હતું કે, ભગવા પાર્ટી જબર જીત માત્ર વિપક્ષ જ નહી પરંતુ ભાજપનાં લોકો પણ પરેશાન છે. 


હવે સુમંત કુમાર ગોયલ RAW ચીફ, અરવિંદ કુમારને મળી IB ની જવાબદારી
ભાજપ નેતા કૈલાશ વિજય વર્ગીયના MLA પુત્રની ધરપકડ, અધિકારી સાથે કરી હતી મારામારી
અબ્દુલ્લા કટ્ટીએ કહ્યું હતું, મહાત્મા ગાંધીએ સામાજિક કાર્યકર્તાઓને કહ્યું હતું, જ્યારે તમે નીતિ બનાવો ત્યારે તમારે તે ગરીબનો ચહેરો યાદ રાખવો જોઇએ જેને તમે મળ્યા છે. વડાપ્રધાન મોદીએ સટીક રીતે આને અપનાવ્યું હતું. બીજી તરફ અબ્દુલ્લાકુટ્ટી પર નિશાન સાધતા કોંગ્રેસ પાર્ટીના મુખપત્રએ તેમને એક પ્રવાસી પક્ષી ગણાવ્યા હતા અને તેમના વ્યવહારને સંપુર્ણ અસ્વિકાર્ય ગણાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અબ્દુલ્લાકુટ્ટીને 2009માં મોદીના વખાણ કરવા માટે સીપીએમમાંથી કાઢવામાં આવ્યા હતા. તે સમયે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યાર બાદ અબ્દુલ્લાકુટ્ટી કોંગ્રેસમાં જોડાઇ ગયા. તેઓ 1999 અને 2004માં કન્નુરના સાંસદ હતા.