પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું નિધન, કોરોના વાયરસથી હતા સંક્રમિત
પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું 73 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા અને ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. ચેતન ચૌહાણ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રહ્યા છે.
નવી દિલ્હી: પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું 73 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા અને ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. ચેતન ચૌહાણ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રહ્યા છે. જુલાઇ મહિનામાં ચેતન ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની તબીયત સતત ખરાબ થઇ રહી હતી. ચૌહાણની બંને કિડની ફેલ થયા બાદ ગત શનિવારના તેમને ગુરૂગ્રામના મેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે છેલ્લો શ્વાસ લીધો.
આ પણ વાંચો:- વિકેટકીપર MS Dhoniના આ રેકોર્ડને તોડવો મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય
ચેતન ચૌહાણે ભારતીય ક્રિકેટ ટીમ માટે 40 ટેસ્ટ રમી હતી. આ ઉપરાંત તેમણે 7 એક દિવસીય મેચમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ટેસ્ટ ક્રિકેટમાં ચેતન ચૌહાણના નામ 2084 રન નોંધાયેલા છે. જેમનો સર્વોચ્ચ સ્કોર 97 રન રહ્યો છે.
ચેતન ચૌહાણ અમરોહ જિલ્લાના નૌગાંવા વિધાનસભાના ભાજપ ધારાસભ્ય હતા. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર 1991 અને 1998માં લોકસભા ચૂંટણી જીતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર