J-K: મહેબૂબા મુફ્તીની ગૃહ ધરપકડ સમાપ્ત થઈ, કલમ 370 હટ્યાના 434 દિવસ બાદ મુક્ત કરાયા
મહેબૂબા મુફ્તીને આર્ટિકલ 370 હટાવતા પહેલા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. એક વર્ષ કરતા વધુ સમય કસ્ટડીમાં પસાર કર્યા બાદ મહબૂબા મુફ્તીને છોડી દેવામાં આવ્યા છે.
જમ્મૂ-કાશ્મીરઃ જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીને આર્ટિકલ 370 હટાવતા પહેલા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. એક વર્ષ કરતા વધુ સમય કસ્ટડીમાં પસાર કર્યા બાદ મહેબૂબા મુફ્તીને છોડી દેવામાં આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરના વહીવટી તંત્રએ આજે મહેબૂબા મુફ્તીને છોડવાનો નિર્ણય લીધો છે.
જમ્મૂ-કાશ્મીરમાંથી 5 ઓગસ્ટ 2019ના આર્ટિકલ 370ની જોગવાઈઓને હટાવવાની સાથે મુફ્તીને પીએસએ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યારથી તેમના કસ્ટડીની અવધી વધારવામાં આવી હતી. આખરે 14 મહિના અને આઠ દિવસ બાદ જમ્મૂ-કાશ્મીર તંત્રએ તેમના છોડવાનો નિર્ણય કર્યો છે. જમ્મૂ-કાશ્મીરના મુખ્ય સચિવ સૂચના રોહિત કંસલે તેની જાણકારી આપી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube