શહલા રશીદના પિતાએ પુત્રીના આરોપ પર કર્યો પલટવાર, પૂછ્યા આ સવાલ
જેએનયુની પૂર્વ વિદ્યાર્થીની શહલા રશીદના પિતા અબ્દુલ રશીદે મંગળવારે એકવાર ફરીથી તેમની પુત્રી પર આરોપ લગાવ્યા. અબ્દુલ રશીદના આરોપો પર જ્યારે શહલા રશીદે ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા તો જવાબમાં અબ્દુલ રશીદે આ તમામ આરોપો ફગાવ્યા. તેમણે એકવાર ફરીથી શહલાના ફંડની તપાસની માગણી કરી
નવી દિલ્હી: જેએનયુની પૂર્વ વિદ્યાર્થીની શહલા રશીદના પિતા અબ્દુલ રશીદે મંગળવારે એકવાર ફરીથી તેમની પુત્રી પર આરોપ લગાવ્યા. અબ્દુલ રશીદના આરોપો પર જ્યારે શહલા રશીદે ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા તો જવાબમાં અબ્દુલ રશીદે આ તમામ આરોપો ફગાવ્યા. તેમણે એકવાર ફરીથી શહલાના ફંડની તપાસની માગણી કરી
Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 31 હજારથી વધુ નવા કેસ, આ રાજ્યોમાં સ્થિતિ ગંભીર
પિતા અબ્દુલ રશીદના શહલા પર આરોપ
શહલા રશીદના પિતા અબ્દુલ રશિદે કહ્યું કે મારી ઉપર વ્યક્તિગત આરોપ લગાવવામાં આવ્યા છે. મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. જો મારા પર ડોમેસ્ટિક વાયલન્સના ચાર્જિસ લગાવ્યા છે તો છોડી પણ મૂક્યો છે. અમારો કોઈ ડોમેસ્ટિક વાયલન્સનો કેસ નથી.
શહલા રશીદના પિતાએ લગાવ્યો આરોપ- 'મારી પુત્રી દેશદ્રોહી ગતિવિધોમાં સામેલ'
પિતાના આરોપો પર શહલાએ આપ્યું આ નિવેદન
પિતા અબ્દુલ રશીદના ગંભીર આરોપો પર શહલા રશીદે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરવાની કોશિશ કરી. શહલા રશીદે પિતાના તમામ આરોપોને ફગાવતા કહ્યું કે મારા પિતાએ મારા પર જે આરોપ લગાવ્યા છે તે એક જૂના કેસ સાથે જોડાયેલા છે.
કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોને PM મોદીએ વારાણસીથી આપ્યો સંદેશ
શહલાએ કહ્યું કે આ કોઈ રાજનીતિક મામલો નથી પરંતુ અમારો કૌટુંબિક મામલો છે. જ્યારથી કોર્ટે તેમને અમારા ઘરમાં ઘૂસવા પર રોક લગાવી છે ત્યારથી તેઓ આવી હરકતો કરીને કાયદાકીય પ્રક્રિયાને ભરમાવવાની કોશિશ કરે છે.
પહેલા પિતાએ પુત્રી પર લગાવ્યા હતા આરોપ
સોમવારે શહલા રશીદના પિતાએ કહ્યું હતું કે જે લોકો આજે ટેરર ફંડિંગમાં NIAની કસ્ટડીમાં છે પછી ભલે તે નેતા હોય કે બિઝનેસમેન આવામાં આતંકી ગતિવિધિઓમાં ક્યાંકને ક્યાંક તેનો પણ સાથ જરૂર જોવા મળી રહ્યો છે. અને આવું તેણે કેમ કર્યું તે તેમની સમજ બહાર છે. મેં તેને ઘણીવાર સમજાવ્યું કે આ બધી વસ્તુઓથી દૂર રહો પરંતુ હવે મને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
જેએનયુની પૂર્વ વિદ્યાર્થીની શહલા રશીદના પિતા અબ્દુલ રશીદે આરોપ લગાવ્યો કે તેને મોઢું બંધ રાખવા માટે પૈસા પણ ઓફર કરવામાં આવી રહ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube