બેંગ્લુરૂ : કર્ણાટકના પુર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર એક મહિલા સાથે ગેરવર્તણુંક કરવાનો આરોપ લાગ્યો છે. આ મુદ્દો કર્ણાટકનાં મૈસુરનો હોવાનું જણાવાઇ રહ્યું છે. આ મહિલા સિદ્ધરમૈયાને તેના ધારાસભ્ય પુત્રની ફરિયાદ કરવા માટે આવી હતી. આ દરમિયાન આ ઘટના બની. આ ઘટનાનો વીડિયો સામે આવતાની સાથે જ સિદ્ધરમૈયાની ટીકા ચાલુ થઇ ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેનાએ BJP સાથે ગઠબંધનના સંકેત આપ્યા, કહ્યું મહારાષ્ટ્રમાં અમે મોટા ભાઇ

સિદ્ધરમૈયાનો પુત્ર યતીંદ્ર કર્ણાટકના વરુણાનો ધારાસભ્ય છે. આ વિધાનસભા સીટ મૈસુર અંતર્ગત આવે છે. આ કાર્યક્રમમાં આ મહિલા સિદ્ધરમૈયા સાથે તેમનાં પુત્રની ફરિયાદ કરી રહી હતી. ભાવાવેશમાં આવીને તેણે ઉંચા અવાજે ફરીદાય કરવા લાગ્યા હતા. આ દરમિયાન ગુસ્સે થઇને સિદ્ધારમૈયાએ તે મહિલાનું માઇક છીનવી લીધું હતું. જેના કારણે તેની ચુંદણી પણ ખેંચાઇ ગઇ હતી. વાત આટલે નહોતી અટકી ગુસ્સે થયેલા સિદ્ધરમૈયાએ તે મહિલાને પરાણે બેસાડી દીધી હતી. 


માર્ચનાં પહેલા અઠવાડીયામાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત: સુત્ર

ગઠબંધનની સરકારમાં ચાલી રહી છે તકરાર
એક તરફ સિદ્ધરમૈયા આ વિવાદમાં ફસાતા જોવા મી રહ્યા છે તો બીજી તરફ ગઠબંધનમાં ચાલી રહેલી તેમની સરકારની પરિસ્થિતી પણ વિપરિત છે. કર્ણાટકની કોંગ્રેસ અને જેડીએસ સરકાર પર એકવાર ફરીથી સંશયના વાદળો જોવા મળી રહ્યા છે. એચડી કુમાર સ્વામીએ નિવેદન આપ્યું કે તેઓ પદ છોડવા માટે તૈયાર છે. કોંગ્રેસનાં ધારાસભ્ય પોતાની લાઇન ક્રોસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતાઓએ પોતાનાં ધારાસભ્યોને કંટ્રોલમાં રાખવા જોઇએ.