Maharashtra Politics: મહારાષ્ટ્રમાં કોંગ્રેસને જબરદસ્ત મોટો ઝટકો મળ્યો છે. લોકસભા ચૂંટણી ઢૂંકડી છે અને પાર્ટીના દિગ્ગજ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા અશોક ચૌહાણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ બે વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકી અને મિલિન્દ દેવડા પણ પાર્ટી છોડી ચૂક્યા છે. 


મીડિયા રિપોર્ટ મુજબ રવિવારે અશોક ચૌહાણે મહારાષ્ટ્રના એઆઈસીસી પ્રભારી રમેશ ચેન્નિથલા સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ પાર્ટી છોડે તેવી અટકળો થઈ રહી હતી. તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો છે. રાહુલ ગાંધીની યાત્રા મહારાષ્ટ્ર પહોંચે એ પહેલાં જ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube