મુંબઇ : વિવાદમાં ઘેરાયેલું પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકના (PMC) પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર જોય થોમે કથિત રીતે રિઝર્વ બેંકની આગળ સ્વિકાર કર્યો કે દેવાળીયા થઇ ચુકેલી કંપની HDIL ને 6500 કરોડ રૂપિયાથી વધારેની લોન આપવામાં આવી હતી. આ નિયામકીય સીમાના ચાર ગણા અને બેંકનાં 8800 કરોડ રૂપિયાના કુલ દેવાના 73 ટકા હતા. આ મુદ્દે જોડાયેલા એક સુત્રના અનુસાર આ વાત ત્યારે જ સ્વિકાર કરવામાં આવી છે જ્યારે નિર્દેશક મંડળનાં એક સભ્યએ વાસ્તવિક બેલેન્સ શીટ રિઝર્વ બેંક સુધી પહોંચાડી દીધી. એજન્સીએ આ અંગે એચડીઆઇએલને ઇમેઇલમોકલીને તેનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ અત્યાર સુધી કોઇ પણ જવાબ મળ્યો નથી. બેંકના પૂર્વ ચેરમેન વરયામસિંહ અને થોમસનો હજી સુધી સંપર્ક નથી થઇ શક્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશ્વર્યા રાયે સસરાના ઘરે ખાવા પણ નહી મળતું હોવાનો લગાવ્યો આરોપ !
સુત્રએ કહ્યું કે, નિર્દેશક મંડળનાં એક સભ્યએ પોતે જ રિઝર્વ બેંકનાં એચડીઆઇએલને અપાયેલી લોનની સ્થિતી ચુપકીદીથી જણાવી. તેનાથી થોમને ભુલ સ્વિકારવા મજબુર થવું પડ્યું હતું.  એચડીઆઇએલને આપવામાં આવેલી લોન એનપીએની યાદીમાં નાખી દેવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું કે, થોમસે રિઝર્વ બેંકનાં સાડા ચાર પેજનો પત્ર લખ્યો છે. તેમાં જણાવાયું છે કે કઇ રીતે તેમણે વરયામ સિંહ અને નિર્દેશક મંડળનાં કેટલાક સભ્યો સહિત 6 લોકોની સાથે મળીને એચડીઆઇએલ ગ્રુપને લોન ફાળવવાની મંજુરી આપી. સુત્રો અનુસાર થોમસે તેમ પણ સ્વિકાર્યું કે નિર્દેશક મંડળના મોટા ભાગના સભ્યોને આ અંગે માહિતી નહોતી.


મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસનાં 51 ઉમેદવારોની પહેલી યાદી જાહેર થતા જ 6 MLAનો બળવો
ટેલિફોન પર પ્રતિબંધ નહી, કાશ્મીરમાં 41 હજાર લોકોનાં મોત માનવાધિકારનું ઉલ્લંઘન
સુત્રના અનુસાર થોમસે સ્વિકાર્યું કે એચડીઆઇએલ સમુહને આપવામાં આવેલી લોન 19 સપ્ટેમ્બર 2019ના રોજ 6500 કરોડ રૂપિયાથી વધારે હતું, જે 19 સપ્ટેમ્બર, 2019 સુધી બેંકનાં 8880 કરોડ રૂપિયાની કુલ લોનનાં 73 ટકા છે. થોમસે પત્રમાં તેનો પણ સ્વિકાર કર્યો કે બેંકના કુલ એનપીએ 60થી 70 ટકા છે. રિઝર્વ બેંક હજી પણ બેંકની બેલેન્સ શીટની તપાસ કરી રહી છે. જો એનપીએ થોમસની સ્વીકારોક્તિ અનુસાર રહી તો તે બેન્કિંગ ક્ષેત્રમાં અથ્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર હશે.


લો બોલો! પાકિસ્તાની PM ઇમરાને ભુત સાથે કર્યા છે લગ્ન? નથી દેખાતો પડછાયો
રિઝર્વ બેંકે આ બેંકનાં કારોબાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના હેઠળ કોઇ ખાતેદાર હવે આ સમયગાળામાં 10 હજાર રૂપિયાથી વધારે  ઉપાડી શકે નહી. પહેલા આ સીમા 1000 રાખવામાં આવી હતી. આરબીઆઇએ તેના નિર્દેશક મંડળનો ભંગ કરી તેના પર પ્રશાસક (જેબી ભેરિયા)ને બેસાડી દીધા હતા.