મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસનાં 51 ઉમેદવારોની પહેલી યાદી જાહેર થતા જ 6 MLAનો બળવો

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થતાની સાથે જ કોંગ્રેસનો જુથવાદ સામે આવી ચુક્યો છે

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસનાં 51 ઉમેદવારોની પહેલી યાદી જાહેર થતા જ 6 MLAનો બળવો

નવી દિલ્હી : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે(Maharashtra Assembly Elections 2019) રવિવારે કોંગ્રેસે (Congress) ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી. આ યાદીમાં 51 ઉમેદવારોનાં નામ જાહેરાત કરવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ(Ashok Chavan) બોકરથી ચૂંટણી લડશે. નીતિન રાઉતને પાર્ટીએ નાગપુર ઉત્તર અને પરિણીતિ શિંદેને (Pariniti Shinde) સોલાપુર સેન્ટ્રલ સાથે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તે ઉપરાંત વિશ્વજીત કદમ પલુસ કડેગાંવ તરફથી જ્યારે અમિત વિલાસરાવ દેશમુખ લાતુર શહેરથી ભાગ્ય અજમાવશે.

— Congress (@INCIndia) September 29, 2019

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસનાં છ હાલના ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાવાનો નિર્ણય લીધો છે. આ તમામ ઔપચારિક રીતે સોમવારે ભાજપનું સભ્યપદ ગ્રહણ કરશે. જેમાં અસલમ શેખ (મલાડ, મુંબઇ), રાહુલ બેન્દ્રે (બુલઢાણા ચીખલીથી), કાશીરામ પાવરા (શિરપુર), ડી.એસ અહિરે (સાકરી જિલ્લો), સિદ્ધરામ મ્હેત્રે (પૂર્વ મંત્રી અક્કલકોટ, સોલાપુર), ભારત ભાલકે (પંઢરપુર)

એશ્વર્યા રાયે સસરાના ઘરે ખાવા પણ નહી મળતું હોવાનો લગાવ્યો આરોપ !
બીજી તરફ શિવસેનાએ પોતાનાં અનેક ઉમેદવારોને એ.બી ફોર્મ પકડાવી દીધું છે. જો કે ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધનની જાહેરાત હજી સુધી થઇ નથી. કોલ્હાપુર જિલ્લાનાં 8 સીટોના ઉમેદવારોને શિવસેનાએ એબીફોર્મ આપ્યા છે. સુત્રો અનુસાર કાગલથી સંજયબાબ ઘાટગે, ચંદગડથી સંગ્રામસિંહ કુપેકર, અન્ય 6 વર્તમાન ધારાસભ્યોને ફરીથી ઉમેદવારી આપવામાં આવી છે.

લો બોલો! પાકિસ્તાની PM ઇમરાને ભુત સાથે કર્યા છે લગ્ન? નથી દેખાતો પડછાયો
કોંગ્રેસે બિહાર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશની પેટાચૂંટણી માટે ઉમેદવારો જાહેરાત કર્યા
લોકસભા અને વિધાનસભાની અનેક સીટો માટે યોજાનારી પેટા ચૂંટણી માટે ઉમેદવારીની અંતિમ તારીખનો એક દિવસ બાકી રહેવા અને કોંગ્રેસે રવિવારે બિહારની એક સંસદીય સીટ અને રાજસ્થા તથા ઉત્તરપ્રદેશની ચાર વિધાનસભા સીટો માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા. સમસ્તીપુર લોકસભા સીટ પર પેટાચૂંટણી અહીના સાંસદ લોકજનશક્તિ પાર્ટી લોજપાના સભ્ય રામચંદ્ર પાસવાનનાં નિધનનાં કારણે કરાવવું પડી રહ્યું છે.

Kedarnath મંદિરની પૂજા માટે જલ્દી શરૂ થસે ઓનલાઇન બુકિંગ, સહેલાઇથી થશે દર્શન
કોંગ્રેસે તે ઉપરાંત બિહારની કિશનગંજ વિધાનસભા સીટથી સઇદા બાનુ, રાજસ્થાનની મંડાવા અને ખીવસર વિધાનસભા સીટોથી ક્રમશ રીતા ચૌધરી અને હરેન્દ્ર મિર્ધા અને ઉત્તરપ્રદેશની બલ્હા વિધાનસભા સીટથી મન્નુ દેવીને ઉમેદવાર બનાવ્યા છે. કિશનગંજના કોંગ્રેસ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ લોકસભા માટે ચૂટાયા હતા, જે કારણે આ તમામ સીટો પર પેટા ચૂંટણીની જરૂર પડી હતી.

મહારાષ્ટ્ર-હરિયાણા ઈલેક્શનને લઈને દિલ્હીમાં બીજેપીનું મનોમંથન શરૂ, પીએમ મોદી પણ હાજર રહેશે
બલ્હા ભાજપ ઉમેદવાર અક્ષયવર લાલ ગૌડ આ વર્ષે બહરાઇચ લોકસભા સીટથી ચુંટાઇ ગયા એટલા માટે બલ્હા સીટ પર પણ વિધાનસભા પેટા ચૂંટણી થવાની છે. ચૂંટણી પંચે 21 સપ્ટેમ્બરે પેટા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી. મતદાન 21 ઓક્ટોબરે થશે જ્યારે ગણત્રી 24 ઓક્ટોબરે થવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news