નવી દિલ્હીઃ પંજાબમાં ચાલી રહેલા કલહ વચ્ચે કોંગ્રેસ લીડરશિપ પર પાર્ટીના દિગ્ગજ નેતાઓ હુમલો કરી રહ્યાં છે. કપિલ સિબ્બલ બાદ હવે નટરવ સિંહે રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે. પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યુ કે, કોંગ્રેસમાં હાલ કંઈ યોગ્ય નથી. તેના માટે ત્રણ લોકો જવાબદાર છે, જેમાંથી એક રાહુલ ગાંધી છે. નટવર સિંહે કહ્યુ કે, ભલે રાહુલ ગાંધીની પાસે કોઈ પદ નથી, પરંતુ તે બધા મામલામાં નિર્ણય કરે છે. નટવર સિંહે કહ્યુ કે, હવે ન તો ક્યારેય વર્કિંગ કમિટીની બેઠક થાય છે અને ન રાષ્ટ્રીય કાર્યકારિણી બોલાવવામાં આવે છે. નટવર સિંહે કહ્યુ કે, રાહુલ ગાંધીએ કેપ્ટન અમરિંદર સિંહને હટાવવાનો નિર્ણય લીધો છે, જેનો 52 વર્ષનો લાંબો અનુભવ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં નટવર સિંહે કોંગ્રેસ નેતૃત્વ પર નિશાન સાધતા કહ્યુ કે, કોંગ્રેસે કેપ્ટનના સ્થાને તે સિદ્ધુને જવાબદારી સોંપી છે, જે ગમે ત્યારે ગમે તેવા નિર્ણય કરી શકે છે. તેમણે કહ્યું કે, એકવાર સિદ્ધુએ રાજ્યસભામાંથી રાજીનામુ આપી દીધુ હતું અને પછી ઉપરાષ્ટ્રપતિ હામિસ અંસારી સાથે મુલાકાત કરીને કહ્યુ હતુ કે શું તેને પરત લઈ શકું છું. તેના પર હામિદ અંસારીએ કહ્યુ હતુ કે હવે રાજીનામુ પરત લઈ શકાય નહીં. નટવર સિંહે ગાંધી પરિવાર પર સીધો હુમલો કરતા કહ્યુ કે, આવું તો ક્યારેય થયું નથી, જે આજે કોંગ્રેસની સ્થિતિ છે. આજે ન વર્કિંગ કમિટીની બેઠક થાય છે અથવા રાષ્ટ્રીય કાર્યકારિણી બોલાવવામાં આવે છે. 


New IAF Chief: એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ 27માં વાયુસેના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો, જાણો તેમના વિશે


ભાજપમાં નહીં, પોતાની પાર્ટી લોન્ચ કરી શકે છે કેપ્ટન
નટવર સિંહનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે જાહેરાત કરી છે કે તે કોંગ્રેસ છોડી દેશે. તેમની જાહેરાતે કોંગ્રેસની ચિંતા વધારી છે. અમરિંદર સિંહે ટ્વિટર બાયોમાંથી કોંગ્રેસ હટાવી દીધુ છે. અમરિંદર સિંહે તે સ્પષ્ટ કર્યુ કે, તે ભાજપમાં જોડાશે નહીં. તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેપ્ટન પોતાની નવી પાર્ટી લોન્ચ કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube