New IAF Chief: એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ 27માં વાયુસેના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો, જાણો તેમના વિશે
New IAF Chief: VR Chaudhary વીઆર ચૌધરી આ પહેલા એરફોર્સ એકેડમીમાં ઇન્સ્ટ્રક્ટર પદ પર પણ પોતાની સેવાઓ આપી ચુક્યા છે. પાછલા વર્ષે પૂર્વી લદ્દાખ સાથે લાગેલી એલએસી પર જ્યારે ચીનની સાથે વિવાદ થયો હતો, ત્યારે તેઓ વાયુસેનાની પશ્ચિમી કમાનના કમાન્ડિંગ ઇન ચીફ હતા.
Trending Photos
નવી દિલ્હીઃ VR Chaudhary Takes Charge: મિગ-29ના ફાઇટર પાયલટ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ 27માં વાયુસેના પ્રમુખ તરીકે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. ચીફ ઓફ એર સ્ટાફ વીઆર ચૌધરીએ વર્તમાન વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાનું સ્થાન લીધુ છે, જે આજે નિવૃત થયા છે. વીઆર ચૌધરી 1982માં વાયુસેનામાં સામેલ થયા હતા અને ફાઇટર-સ્ટ્રીમ સાથે સંબંધ ધરાવે છે. તેઓ મિગ-29 ફાઇટર જેટના પાયલટ રહી ચુક્યા છે અને છેલ્લા 39 વર્ષના કરિયરમાં ઘણી કમાન અને સ્ટાફની નિમણૂંક કરી ચુક્યા છે. તેઓ હાલ સહ-વાયુસેના પ્રમુખ (વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ) પદ પર તૈનાત હતા.
વીઆર ચૌધરી આ પહેલા એરફોર્સ એકેડમીમાં ઇન્સ્ટ્રક્ટર પદ પર પણ પોતાની સેવાઓ આપી ચુક્યા છે. પાછલા વર્ષે પૂર્વી લદ્દાખ સાથે લાગેલી એલએસી પર જ્યારે ચીનની સાથે વિવાદ થયો હતો, ત્યારે તેઓ વાયુસેનાની પશ્ચિમી કમાનના કમાન્ડિંગ ઇન ચીફ હતા. તેમની દેખરેખમાં વાયુસેનાએ પૂર્વી લદ્દાખમાં પોતાના ઓપરેશન કર્યા હતા. ગુરૂવારે વાયુસેના પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ એચ ચીફ માર્શલ, વીઆર ચૌધરીએ બધા વાયુ યૌદ્ધાઓના નામે સંદેશમાં સ્પષ્ટ કહ્યુ- આપણા રાષ્ટ્રની સંપ્રમભુતા અને અખંડતાની સુરક્ષા કોઈપણ કિંમત પર નક્કી કરવાની છે.
Delhi: Air Chief Marshal VR Chaudhari takes charge as the Chief of Air Staff, succeeds Air Chief Marshal RKS Bhadauria who retires today. pic.twitter.com/1H8rs13X6w
— ANI (@ANI) September 30, 2021
તેમણે કહ્યું કે, હાલ એર-એસેટ્સની સાથે નવા સામેલ કરાયેલા એર પ્લેટફોર્મ, હથિયારો અને ઉપકરણોના એકીકરણના માધ્યમથી ઓપરેશન ક્ષમતામાં વૃદ્ધિ અને સંચાલનની અવધારણાઓમાં સમાન થવું એક પ્રાથમિકતાનું ક્ષેત્ર રહેશે. મહત્વનું છે કે વીઆર ચૌધરી પોતાના સ્પષ્ટ નિવેદનો માટે જાણીતા છે. હાલમાં એક વેબીનારમાં બોલતા તેમણે કહ્યુ હતુ કે ઇસરોની સેટેલાઇટ વાયુસેનાની જરૂરીયાતોને પૂરી કરી રહી નથી.
વીઆર ચૌધરી પ્રમાણે ભારતમાં સંપૂર્ણ સ્પેસ ઇકો-સિસ્ટમ સિવિલ સિસ્ટમનું છે. તેમાં મિલિટ્રી-ભાગીદારીની કમી છે. તેવામાં દેશમાં સશસ્ત્ર સેનાઓ માટે નેક્સ્ટ જનરેશન સ્પેસ ટેક્નોલોજીનો અભાવ છે. મહત્વનું છે કે પીએમ મોદી સતત સેનાઓને હાઈ-બ્રીડ (સાઇબર અને સ્પેસ વગેરે) વોરફેયર માટે તૈયાર રહેવાનું આહ્વાન કરી રહ્યાં છે. તેવામાં વીઆર ચૌધરીની નિમણૂંક ખુબ મહત્વની માનવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે