નવી દિલ્હીઃ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર (Parambir singh) એ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. આ પત્રમાં એન્ટીલિયા કેસમાં ફસાયેલા સચિન વઝે (Sachin vaze) નો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવતા કહેવામાં આવ્યું કે, તેમણે સચિન વઝેને 100 કરોડ રૂપિયા દર મહિને કલેક્ટ કરવાનું કહ્યુ હતુ. તો આ મુદ્દા પર અનિલ દેશમુખે ટ્વીટ કરીને કહ્યુ કે, પરમબીર સિંહ ખુદને કાયદાકીય કાર્યવાહીથી બચાવવા માટે આવા આરોપ લગાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે હાલમાં પરમબીર સિંહને મુંબઈના પોલીસ કમિશનર પદેથી હટાવી દીધા હતા. ત્યારબાદ આજે (શનિવારે) તેમણે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. જેમાં અનિલ દેશમુખ પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. પરમબીરે પત્રમાં લખ્યુ કે, દેશમુખે સચિન વઝેએ મને જણાવ્યુ હતુ કે, અનિલ દેશમુખે દર મહિને 100 કરોડ રૂપિયા ભેગા કરવાનું કહ્યું હતું. 


આ પણ વાંચોઃ Assam elections 2021: જનતાને મળ્યા અનેક વચન, કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો 


પરમબીરે પત્રમાં લખ્યુ કે, મુંબઈ પોલીસની અપરાધ શાખાના ક્રાઇમ ઇન્ટેલિજન્સ યૂનિટ હેડ સચિન વઝેને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે છેલ્લા કેટલાક મહિનામાં ઘણીવાર પોતાના સરકારી આવાસ જ્ઞાનેશ્વરમાં બોલાવ્યા. અહીં વારંવાર વઝેને પૈસા ભેગા કરવાનો નિર્દેશ આપ્યો હતો. 


ફેબ્રુઆરીના મધ્ય અને ત્યારબાદ ગૃહ મંત્રીએ વઝેને પોતાના સરકારી આવાસ પર બોલાવ્યા હતા. તે સમયે ગૃહમંત્રીના એક-બે કર્મચારી, જેમાં એક અંગત સચિવ પણ સામેલ છે, તે ત્યાં હાજર હતા. ગૃહમંત્રીએ વઝાને કહ્યુ કે, તેની પાસે દર મહિને 100 કરોડ રૂપિયા જમા કરાવવાનો ટાર્ગેટ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube