ઈસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan) ના પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિકે સીડીએસ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) ના હેલિકોપ્ટર ક્રેશને ષડયંત્ર ગણાવ્યું છે. જો કે તેમણે પોતાની આ થિયરી પાછળના જે કારણો ગણાવ્યા છે તેને સાંભળ્યા બાદ તેમની 'સમજ'નો અંદાજો લગાવી શકાય છે. મલિકનું કહેવું છે કે આ દુર્ઘટનામાં તમિલ ટાઈગર્સનો હાથ હોઈ શકે છે અને તે માટે ભારતીય સેનાના આંતરિક મતભેદ પણ જવાબદાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજીવ ગાંધી હત્યાકાંડનો હવાલો આપ્યો
એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પૂર્વ મંત્રી અને સાંસદ રહેમાન મલિકે કહ્યું કે પાકિસ્તાન વિરુદ્ધ રણનીતિમાં ફક્ત અજીત ડોભાલ જ નહીં પરંતુ જનરલ રાવતની પણ મોટી ભૂમિકા હતી. અનેક દેશો સાથે બેકડોર ચેનલ પર જો કોઈ કામ કરતું હતું તો તે બિપિન સાહેબ કરતા હતા. મલિકે અકસ્માતને ષડયંત્ર ગણાવતા કહ્યું કે તેની પાછળ તમિલનાડુનો હાથ હોઈ શકે છે. મલિકે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાનું ઉદાહરણ આપતા કહ્યું કે રાજીવ ગાંધીની હત્યા પણ તમિલનાડુમાં થઈ હતી અને CDS નું હેલિકોપ્ટર પણ ત્યાં જ ક્રેશ થયું. 


તમિલનાડુની નારાજગીની વાત કરી
પોતાના ધડ માથા વગરની કહાનીને આગળ વધારતા મલિકે કહ્યું કે 'બિપિન રાવતે તમિલનાડુ સાથે બરાબર વર્તન કર્યું નહતું. તો તેઓ એ તાકમાં બેઠા હતા કે તક મળે તો કઈક કરી બતાવીશું. જો આજે ભારત સરકાર કહે કે તમિલનાડુએ ષડયંત્ર રચ્યું છે તો મોટો મુદ્દો બની જશે. લોકો કહેશે કે તેઓ પોતાના ચીફ ઓફ ડિફેન્સને ન બચાવી શક્યો તો કોને બચાવશે.' તમિલ ટાઈગર્સ અંગે મલિકે કહ્યું કે આવા લોકો દબાઈ જાય છે પરંતુ પછી સામે આવી જાય છે અને આ અકસ્માત નહીં પરંતુ ષડયંત્ર છે. 


Video: દુનિયામાં ભારતના વધતા દબદબાથી પરેશાન છે પાકિસ્તાન, ઈમરાન ખાને આ રીતે પોતાનો બળાપો કાઢ્યો


8 ડિસેમ્બરે થયો હતો અકસ્માત
ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત તેમના પતિ મધુલિકા રાવત અને ભારતીય સેના તથા વાયુસેનાના 11 જવાન તથા અધિકારી 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નૂર પાસે નીલગિરિના જંગલોમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતની ઝપેટમાં આવી ગયા હતા. ઈન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટર એમઆઈ-17વી5 અચાનક ધુમ્મસમાં ગાયબ થઈ ગયા બાદ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા જેઓ હજુ પણ આર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube