નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થઇ ગયું છે. તે ફેફસાંમાં સંક્રમણના કારણે ગંભીરરૂપથી કોમામાં હતા. આર્મી હોસ્પિટલમાં વિશેષજ્ઞ ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની દેખભાળ કરી રહી હતી. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનની જાણકારી આપી હતી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા સમયથી બિમાર દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે નિધન થઇ ગયું છે. તેમના પુત્ર અભિજીત મુખર્જીએ આ જાણકારી આપી. દિલ્હીના કેન્ટ સ્થિત આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી.આ જે સવારે જ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફેફસાંમાં સંક્રમણાના કારણે તે સેપ્ટિક શોકમાં હતા. 



84 વર્ષીય પ્રણવ મુખર્જી કોમામાંન હતા અને તેમને વેંટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. સેપ્ટિક શોકની સ્થિતિમાં રક્તચાપ કામ કરવાનું બંધ કરી દે છે અને શરીરના અંગ પર્યાપ્ત ઓક્સિજન પ્રાપ્ત કરવામાં નિષ્ફળ થાય છે. તેમને 10 ઓગસ્ટથી દિલ્હીની કેન્ટ સ્થિત સૈન્ય હોપ્સિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવી હતી. પ્રણવના મસ્તિકમાં લોહીના જથ્થા જામી ગયા બાદ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં ભરતી કરાવ્યા બાદ તે કોવિડ 19થી પણ સંક્રમિત હતા. ત્યારબાદ તેમને શ્વાસ સંબંધી સંક્રમણ થઇ ગયું છે. 


જણાવી દઇએ કે 84 વર્ષીય પ્રણવ મુખર્જીને ઉંમરના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જી 2012થી 2017ની વચ્ચે રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. વર્ષ 2019માં કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીને સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યાં હતા.પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે. 


2012માં બન્યા હતા રાષ્ટ્રપતિ, બધા પક્ષોમાં હતું માન-સન્માન
વર્ષ 2012માં પ્રણવ મુખર્જી દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. તે ભારતના 13મા રાષ્ટ્રપતિ હતા. જોકે આ પદ માટે યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પહેલી પસંદ હામિદ અંસારી હતા. પરંતુ ઘણા સ્થાનિક રાજકીય પક્ષોની પસંદ પ્રણવ મુખર્જી હતા. તેનાથી એ પણ ખબર પડે છે કે રાજકીય વિભેદ છતાં પ્રણવ મુખર્જીની સ્વિકાર્યતા તમામ રાજકીય પક્ષોમાં હતી. 


અધૂરું રહી ગયું 'પીએમ ઇન વેટિંગ'નું આ સપનું
યૂપીએ અને કોંગ્રેસમાં પ્રણવ મુખર્જી પ્રધાનમંત્રી પદના સૌથી મજબૂત દાવેદાર હતા. તેમણે 'પીએમ ઇન વેટિંગ' પણ કહેવામાં આવતા હતા. પરંતુ તેમની કિસ્મતમાં સાત રેસકોર્સ રોડ નહી પરંતુ રાષ્ટ્રપતિ ભવનનનું સરનામું લખ્યું હતું. પોતાની જીવનયાત્રા પર લખેલા પુસ્તક 'ધ કોલિશન ઇયર્સ- 1966-2012'માં તેમણે પોતાને સ્વિકાર કર્યું હતું કે તે વડાપ્રધાન બનવા માંગતા હતા. 


પીએમ મોદી ઇચ્છતા હતા કે પ્રણવ મુખર્જી બની રહે રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ તરીકે તેમણે યૂપીએને સત્તાથી દૂર થતાં અને ભાજપને પૂર્ણ બહુમતની સરકાર બનતાં જોઇ. ઘણા અવસર પર તે મોદી સરકારનીએ પ્રશાંસા કરવામાં પાછી પાની કરી નહી. પ્રધાનમંત્રી મોદી પણ ઇચ્છતા હતા કે પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ તરીકે બીજો કાર્યાકાળ પણ સ્વિકાર કરે. પરંતુ  તેમની ઉંમર અને સ્વાસ્થ્યનો હવાલો આપતાં પ્રણવ મુખર્જીએ તેનો અસ્વિકાર કરી દીધો હતો.