હૈદરાબાદ : રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના પૂર્વ પ્રમુખ વિક્રમ સુદે રવિવારે કહ્યું કે, જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફનાં જવાનો પર થયેલા આતંકવાદી હૂમલો કોઇ એક વ્યક્તિ નહી પરંતુ સમુહનું કામ છે. સુદે ઘટના માટે સુરક્ષા સુરક્ષામાં ખામીને પણ જવાબદાર ઠેરવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતનું એક પગલું અને પાકિસ્તાન વિશ્વ સમક્ષ ભીખ માંગતુ થઇ જશે, તૈયારી પુર્ણ

સુદે રાષ્ટ્રીય સુરક્ષા માટે વિદેશી ગુપ્ત (ગતિવિધિઓ) પર એક સંગોષ્ઠીને સંબોધિત કર્યા બાદ કહ્યું કે, પુલવામાની સમગ્ર ઘટનાને કોઇ એક વ્યક્તિએ પાર નથી પાડી પરંતુ સમગ્ર ઘટના પાછળ આખી ટીમ કામે લાગેલી હશે. આ પ્રકારની ઘટના સુરક્ષામાં ક્યાંક થયેલી કોઇ પ્રકારની ચુક વગર શક્ય નથી. તેમણે (સીઆરપીએફ) વાહનોનાં આવન જાવન અંગે પહેલાથી જ માહિતી હતી. આ કાવત્રાને પાર પાડવામાં એક આખી ટીમ કામે લાગી હશે. 


ભારતનો દબદબો, સમગ્ર વિશ્વ પાકિસ્તાનને ભાંડી રહ્યું છે: અફઘાનીસ્તાનની UNમાં ફરિયાદ, ઇરાને ફટકારી નોટિસ

આ કોઇ બોક્સિંગ મેચ નથી
ભારતે આ હૂમલાનો કઇ રીતે જવાબ આપવો જોઇએ તેવું પુછવામાં આવતા તેમણે કહ્યું કે, આ કોઇ બોક્સિંગ મેચ નથી.. મુક્કા બદલે મુક્કો જ મારવો જરૂરી નથી. વડાપ્રધાન પોતે જ કહી ચુક્યા છે કે, સમય અને સ્થળ સુરક્ષા દળ પોતે જ નક્કી કરશે. 
ચીનની અવળચંડાઇના કારણે જૈશ એ મોહમ્મદનો વડો મૌલાના મસુદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવવામાં ભારત સમક્ષ આવી રહેલી અડચળો અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, ચીન પાકિસ્તાનની અપીલ પર આવુ કરી રહ્યું છે.જ્યારે અઝહરને આતંકવાદી જાહેર કરવાની વાત આવે છે તો સંયુક્ત રાષ્ટ્રમાં માત્ર ચીન જ તેની રક્ષા કરે છે. 


best toilet paper in the world સર્ચ કરવાથી ગૂગલ દેખાડે છે પાકિસ્તાની ઝંડો

રૉના  પૂર્વ પ્રમુખે દાવો કર્યો કે, ચીન એવું એટલા માટે કરી રહ્યું છે કારણ કે તેને આશંકા છે કે શિંજિયાંગ પ્રાંતના ઇસ્લામીક સંગઠન પાકિસ્તાનના આતંકવાદીનો સંપર્ક કરી શકે છે. ગુપ્તચર સેવાથી 31 વર્ષ સુધી જોડાયેલા રહેલા સુદે કહ્યું કે, આ એક બીજાને ફાયદો પહોંચાડવા જેવું છે. ચીનના ઉપકાર બદલે પાકિસ્તાન તે સુનિશ્ચિત કરશે કે તેના શિંજિયાંગમાં મુસ્લિમો દ્વારા મુશ્કેલી પેદા કરવામાં ન આવે.