ભારતનું એક પગલું અને પાકિસ્તાન વિશ્વ સમક્ષ ભીખ માંગતુ થઇ જશે, તૈયારી પુર્ણ
પુલવામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હૂમલા બાદ ભારત કૂટનીતિક અને રાજનીતિક સ્તર પર પાકિસ્તાનને વિશ્વમાં એકલું પાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે
Trending Photos
નવી દિલ્હી : પુલવામાં સીઆરપીએફ હૂમલા બાદ ભારત કૂટનીતિક અને રાજનીતિક સ્તર પર પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડુ પાડવાના પ્રયાસો કરી રહ્યું છે. આ ઉપરાંત તેની અર્થવ્યવસ્થા પર પણ પ્રહાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટેકમાં પાકિસ્તાન ખાતેના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનો હાથ હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ભારતે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો હતો. ઉપરાંત પાકિસ્તાનથી આયાત થકી વસ્તુની કસ્ટમ ડ્યુટીમાં પણ 200નો વધારો ઝીંક્યો હતો.
હવે ભારતે પાકિસ્તાનને ઇકોનોમીની દુનિયામાં બ્લેકલિસ્ટ કરાવવાની તૈયારી કરી લીધી છે. સમગ્ર વિશ્વમાં આતંકવાદી ફંડિંગ અને મની લોન્ડરિંગની વિરુદ્ધ કામ કરનારી સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ટ ફોર્સને ભારત ડોઝીયર સોંપશે અને પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવા માટેની માંગ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એપએટીએફ (FATF) દ્વારા ગત્ત વર્ષે પાકિસ્તાનનો ગ્રે લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
FATFએ ચેતવણી ઉચ્ચારી હતી કે જો પાક પોતાનાં વલણમાં પરિવર્તન નહી કરે તો તેને ફરીથી બ્લેક લિસ્ટ કરવામાં આવી શકે છે. આવતા અઠવાડીયે એફએટીએફની વાર્ષિક મીટિંગ પેરિસમાં યોજાવા જઇ રહી છે. એવા સમયે આ મીટિંગ દરમિયાન ભારતનાં ડોઝીયર અંગે વિચાર કરતા પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવા અંગેનો નિર્ણય લેવાઇ શકે છે.
બ્લેક લિસ્ટેડ થવાનાં કારણે પાકિસ્તાની ઇકોનોમી પર થશે વિપરિત અસર
એફએટીએફની તરફથી બ્લેક લિસ્ટ કરવામાં આવવાનો અર્થ છે કે સંબંધિત દેશ મની લોન્ડ્રિંગ અને ટેરર ફાઇનાન્સની વિરુદ્ધના યુદ્ધમાં સહયોગ નથી કરી રહ્યું. જો પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવામાં આવે છે તો પછી તેને વર્લ્ડ બેંક, આઇએમએફ, એડીબી, યૂરોપિયન યૂનિયન જેવી સંસ્થાઓ તરફથી મળતી સહાય અટકી જાય છે. આ ઉપરાંત મુડીઝ, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર અને ફિંચ જેવી એજન્સીઓ તેની રેટિંગમાં પણ ઘટાડો કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે