નવી દિલ્હી: કાનપુર એન્કાઉન્ટર (Kanpur Encounter) ના મુખ્ય આરોપી વિકાસ દુબે (Vikas Dube) નું બચવું હવે અશક્ય છે. આ મામલે ઘણા પોલીસવાળા પણ ગાજ ગરજી રહી છે. કેસમાં ચૌબપુરના પૂર્વ એસઓ વિનય તિવારી અને બીટ પ્રભારી કે.કે શર્માની ધરપકડ કરવામાં આવી છે. મુઠભેડ વખતે પોલીસ ટીમનો જીવ ખતરામાં મુકવા અને ફરાર થતાં વિકાસ દુબે સાથે સંબંધમાં બંનેની ધરપકડ કરવામાં આવી છે. શંકા છે કે બંને ગેંગસ્ટર માટે માહિતી પુરી પાડતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવામાં આવી રહ્યું છે કે હિસ્ટ્રીશીટર વિકાસ દુબે દિલ્હીમાં સંતાઇ શકે છે. વિકાસ દુબે દિલ્હીમાં હોવાના સમાચાર છે. દિલ્હી પોલીસ એલર્ટ પર છે. આ સાથે જ નોઇડા-ગ્રેટર નોઇડામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીના નફજગઢમાં કેટલીક જગ્યાઓ પર રેડ કરી હતી. પરંતુ કોઇ સ્પેસિફિક લોકેશનની ખબર પડી નથી. પોલીસની એક ખાસ યુનિટને કેટલીજ ટિપ જરૂર મળી છે. 


યૂપીના કાનપુરમાં 8 પોલીસકર્મીની શહાદતને જલદી જ ન્યાય મળશે. કાનપુરનો અપરાધી વિકાસ દુબે પોલીસની પકડથી વધુ દૂર નથી. પોલીસ એક-એક કરીને તેના અડ્ડાઓ પર જઇ રહી છે અને હવે તેને ચોતરફથી ઘેરી લેવામાં આવ્યો છે. યૂપી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે શહીદોનું બલિદાન વ્યર્થ નહી જાય અને એવી કાર્ય થશે જેથી અપરાધી યાદ રાખશે. 


તમને જણાવી દઇએ કે વિકાસ દુબે છેલ્લે ફરીદાબાદમાં દેખાયો હતો. જ્યાં તે પોતાના સાથીઓની મદદથી એક ઘરમાં સંતાયો હતો. ફરીદાબાદમાં પકડાયેલ વિકાસ દુબેના અંગત વ્યક્તિઓએ ખુલાસો કર્યો છે કે તે હવે ગભરાઇ ગયો છે. તૂટી ગયો છે. તેમની પાસે પૈસા પણ બચ્યા નથી. હવે તે એટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકતો નથી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube