પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું નિધન, AIIMSમાં લીધા છેલ્લા શ્વાસ
પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું દિલ્હી એમ્સમાં આજે નિધન થયું. તબિયત ખરાબ હોવાના કારણે તેઓ AIIMSના આઈસીયુ વોર્ડમાં દાખલ હતાં. બે દિવસ પહેલા તેમની તબિયત બગડી હતી. કહેવાય છે કે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતાં.
નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહ (Raghuvansh Prasad Singh) નું દિલ્હી એમ્સમાં આજે નિધન થયું. તબિયત ખરાબ હોવાના કારણે તેઓ AIIMSના આઈસીયુ વોર્ડમાં દાખલ હતાં. બે દિવસ પહેલા તેમની તબિયત બગડી હતી. કહેવાય છે કે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતાં.
પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહના નિધનથી રાજકીય ગલિયારામાં શોકનો માહોલ છે. આ અગાઉ આઈસીયૂમાંથી જ તેમણે રાષ્ટ્રીય જનતા દળ (RJD)માંથી રાજીનામું આપવા માટે પત્ર લખ્યો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube