Mulayam Singh Yadav News: મુલાયમ સિંહનું સ્વાસ્થ્ય ખરાબ, ICUમાં દાખલ, દિલ્હી રવાના થયા અખિલેશ યાદવ
Mulayam Singh Yadav: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની તબીયત અચાનક ખરાબ થઈ છે. તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav) ની તબીયત અચાનક બગડી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમને મેદાંતા હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા છે. શિવપાલ યાદવ અને પ્રતીક યાદવ હોસ્પિટલમાં હાજર છે. અખિલેશ યાદવ અને અપર્ણા યાદવ અચાનક દિલ્હી રવાના થયા છે. નોંધનીય છે કે ખુદ ડો. નરેશ ત્રેહન મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યાં છે.
આશરે 82 વર્ષીય મુલાયમ સિંહ યાદવનું સ્વાસ્થ્ય સતત ખરાબ ચાલી રહ્યું હતું. તેમને જૂનમાં ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. તેઓ અત્યાર સુધી હોસ્પિટલના ખાનગી વોર્ડમાં દાખલ હતા. રવિવારે બપોરે અચાનક તેમને શ્વાસ લેવામાં સમસ્યા ઉભી થઈ. ત્યારબાદ તેમને તત્કાલ આઈસીયૂમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું કે તેમનું ઓક્સિજન લેવલ અને બ્લડ પ્રેશર ઓછુ થઈ ગયું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube