નવી દિલ્હી : આર્થિક રીતે પછાત તબક્કાની સરકારી નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ વિધેયક મંગળવારે લોકસભામાં રજુ થયું અને સરળતાથી પાસ પણ થઇ ગયું. મંગળવારે લોકસભામાં હાલનાં 326 સાંસદોમાંથી 323એ સમર્થનમાં મતદાન કર્યું હતું. જ્યારે આ વિધેયકનાં વિરોધમાં 3 સાંસદોએ મતદાન કર્યું. આ દરમિયાન વડાપ્રદાન મોદી પણ હાજર હતા. મોદી સરકાર આજે (બુધવાર) તેને રાજ્યસભામાં રજુ કરશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુત્રોએ આ માહિતી આપતા જણાવ્યું કે, વિપક્ષી પાર્ટીઓએ પોતાનાં તમામ સભ્યોને બુધવારે રાજ્યસભામાં હાજર રહેવા માટે જણાવ્યું છે. રાજ્યસભામાં સરકાર પાસે બહુમત નથી. મંગળવારે લોકસભામાં રજુ કરવામાં આવેલા અનામત વિધેયક લગભગ તમામ પાર્ટીઓનાં સમર્થનમાં કર્યું, જો કે રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીઓ આ અંગે કડક વલણ અખતિયાર કરી શકે છે. રાજ્યસભામાં ભાજપની પાસે સૌથી વધારે 73 સભ્યો છે, જ્યારે મુખ્ય વિપક્ષી કોંગ્રેસનાં 50 સભ્યો છે. રાજ્યસભામાં હાલ સભ્યોની સંખ્યા 244 છે. 

સુત્રોએ તેમ પણ કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓનાં નેતા રાજ્યસભા કાર્યવાહીનાં એખ દિવસ માટે વધારવાનાં સરકારનાં એક તરફી પગલાનો વિરોધ કરી રહ્યા છે. તેઓ સદનમાં વિરોધ પ્રદર્શન પણ કરશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ વિધેયકનું સમર્થન કરી શકે છે, જ્યારે વિપક્ષી પાર્ટીઓ તેને પસાર થવા દેવામાં બાધા ઉત્પન્ન કરી શકે છે. 

લોકસભામાં થઇ ચુક્યું છે પાસ
આર્થિક રીતે પછાત તબક્કાને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવા માટે સરકાર તરફથી ઉઠાવાયેલા પગલાને લગભગ તમામ પાર્ટીઓએ સમર્થન કર્યું છે. જો કે વિપક્ષે તેને લોકસભા ચૂંટણી પહેલા એક રાજનીતિક સ્ટંટ ગણાવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે, તે આર્થિક રીતે પછાત તબક્કાને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવા માટે લવાયેલા વિધેયકનાં સમર્થનમાં છે. જો કે તેને સરકારની મંશા પર શંકા છે. પાર્ટીએ કહ્યં કે, સરકારનું આ પગલું માત્ર એખ રાજનીતિક સ્ટંટ હોઇ શકે છે, તેનો ઇરાદો આગામી ચૂંટણીમાં ફાયદો પ્રાપ્ત કરવા માટેનો છે.