શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બુધવારો આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં સેના કેપ્ટન સ્તરના બે અધિકારી સહિત ચાર જવાન શહીદ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ સિવાય એક ઈજાગ્રસ્ત જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અધિકારીઓએ કહ્યું કે સુરક્ષાદળોએ બે આતંકીઓને ઘેરી લીધા અને ભીષણ અથડામણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે આતંકીઓને ઠાર કરવા માટે વધુ જવાનોને મોકલવામાં આવ્યા છે. 16 કોર કમાન્ડર અને રાષ્ટ્રીય રાઇફલ્સના રોમિયો ફોર્સ કમાન્ડર ઓપરેશન પર નજર રાખી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે જણાવ્યું કે ધર્મસાલના બાજીમાલ વિસ્તારમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ઘેરાબંધી તથા સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ સાથે અથડામણ શરૂ થઈ ગઈ હતી. સ્થાનીક નિવાસીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં સક્રિય આતંકીઓની જાણકારી મેળવવા માટે રવિવારથી ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એક ગ્રામીણે જણાવ્યું- અભિયાનને કારણે અમને ઘર પર રહેવા અને બહાર ન નિકળવાનું કહેવામાં આવ્યું હતું. અમારા બાળકો ઘરમાં છે અને સ્કૂલે જઈ શક્યા નહીં. તેમણે કહ્યું કે ગામની નજીક જંગલમાં અથડામણ ચાલી રહી છે. 


કેનેડાને મોટી રાહત! બે મહિના બાદ ભારતે કેનેડિયન નાગરિકો માટે ફરી શરૂ કરી ઈ વિઝા સેવા


એક પોલીસ અધિકારીએ કહ્યું કે માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહ જંગલોની અંદર પડ્યા છે અને આતંકીઓ તરફથી ચાલી રહેલી ગોળીબારીને કારણે તેને કાઢી શકાયા નહીં. પાછલા સપ્તાહે રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં એક આતંકવાદી ઠાર થયો હતો. આ પહેલા શુક્રવારે રાજૌરી જિલ્લાના બુદ્ધલ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોના સંયુક્ત અભિયાનમાં એક આતંકી ઠાર થયો હતો. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube