કેનેડા માટે મોટી રાહત! બે મહિના બાદ ભારતે કેનેડિયન નાગરિકો માટે ફરી શરૂ કરી ઈ-વિઝા સેવા
India-Canada: ભારતે લગભગ બે મહિના બાદ કેનેડિયન નાગરિકો માટે ફરીથી ઈલેક્ટ્રોનિક વિઝાની સેવાઓ શરૂ કરી છે. તેનાથી કેનેડિયન નાગરિકોને મોટી રાહત મળી છે. ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં કડવાશ આવી હતી.
Trending Photos
ભારતે લગભગ બે મહિના બાદ કેનેડિયન નાગરિકો માટે ફરીથી ઈલેક્ટ્રોનિક વિઝાની સેવાઓ શરૂ કરી છે. તેનાથી કેનેડિયન નાગરિકોને મોટી રાહત મળી છે. ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં કડવાશ આવી હતી. જેના કારણે રાજનયિક વિવાદ વચ્ચે ભારતે 21 સપ્ટેમ્બરના રોજ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ સસ્પેન્ડ કરી હતી.
અત્રે જણાવવાનું કે ભારતે એવા સમયે ઈ વિઝા ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો જી2-ની વર્ચ્યુઅલ મીટિંગમાં આમને સામને થવાના છે. આ મીટિંગ પહેલા ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહીને બંને દેશો વચ્ચે આપસી સંબંધોને ફરીથી પાટા પર લાવવાની દિશામાં એક સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ અગાઉ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ એવો આરોપ લગાવ્યો હતો કે જૂનમાં કેનેડાના નાગરિક અને ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટ સામેલ હતા. ભારત સરકારે આ આરોપ ફગાવ્યા હતા અને આરોપને પાયાવિહોણા અને મનમાની ગણાવ્યા હતા. ભારતે આ અંગે કેનેડાને પોતાના દાવાના સમર્થનમાં પુરાવા શેર કરવાની પણ માંગણી કરી હતી પરંતુ હજુ સુધી કેનેડા આ પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યું છે.
ઈ વિઝા સર્વિસ ફરી શરૂ કરવાનો અર્થ તેમાં મેડિકલ વિઝા, બિઝનેસ વિઝા અને ટુરિસ્ટ વિઝા સહિત ચાર પ્રકારના વિઝા સામેલ છે. સપ્ટેમ્બરમાં ભારતે આગામી આદેશ સુધી આ વિઝા પર પ્રતિબંધ લગાવ્યો હતો. જ્યારે બને દેશો વચ્ચે સંબંધો તણાવગ્રસ્ત થયા હતા ત્યારે બંને દેશોએ પોત પોતાના નાગરિકો માટે એડવાઈઝરી પણ બહાર પાડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે