જયપુર: 11 વર્ષ પહેલા જયપુર (Jaipur) માં થયેલા 8 સીરિયલ બોમ્બ વિસ્ફોટ (Serial Bomb Blast) મામલે વિશેષ કોર્ટે ચાર આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. મળતી માહિતી મુજબ વિશેષ કોર્ટે આરોપી સરવર આઝમી, મોહમ્મદ સૈફ, સૈફ ઉર્ફે સેફુર્રહમાન અને સલમાનને દોષિત જાહેર કર્યા છે. આ બાજુ શાહબાઝ હુસૈનને શંકાનો લાભ મળતા આરોપ મુક્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત એક વર્ષમાં આ કેસની સુનાવણીમાં ઝડપ લાવીને 1296 સાક્ષીઓના નિવેદનો નોંધાયા હતાં. તથા બંને પક્ષોએ સવાલ જવાબ પણ કર્યા હતાં. બોમ્બ વિસ્ફોટોમાં જેટલા લોકોએ જીવ ગુમાવ્યાં હતાં તેમના સંબંધીઓએ મંદિરો અને મસ્જિદોમાં જઈને આરોપીઓ માટે કડક કાર્યવાહીની પ્રાર્થના કરી હતી. હવે બંને પક્ષો વચ્ચે સજા મુદ્દે દલીલો થશે. ત્યારબાદ કોર્ટ આ દોષિતોને સજા સંભળાવશે. 


નાગરિકતા કાયદા પર સ્ટે મૂકવાની માંગ સુપ્રીમે ફગાવી, કેન્દ્રને પાઠવી નોટિસ 


વિસ્ફોટોની જવાબદારી ઈન્ડિયન મુજાહિદ્દીને લીધી હતી. તેના 11 આતંકીઓએ વિસ્ફોટોને અંજામ આપ્યો હતો. તેમાંથી 5ને રાજસ્થાન એસઓજીએ પકડ્યા હતાં. 2 બાટલા એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતાં. એક ને ગત વર્ષે  દિલ્હી પોલીસે પકડ્યો હતો. જ્યારે 3 હજુ પણ ફરાર છે. વિસ્ફોટ મામલે માણેક ચોક અને કોતવાલી વિસ્તારમાં 4-4 FIR દાખલ થઈ. 


નાગરિકતા સંશોધન કાયદાને ભારતના મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા નથી: ઈમામ બુખારી


આ મામલાની તપાસ કરતા એસઓજીએ સપ્ટેમ્બર 2008ના રોજ સૌથી પહેલા ઈન્ડિયન મુજાહિદ્દીનને ઘટના જાણકારીનો મેલ કરનારા આરોપી મોહમ્મદ શહબાઝ હુસૈનની ધરપકડ કરી હતી. તેના કહેવા પર પોલીસે માર્ચ 2009માં મોહમ્મદ સૈફ ઉર્ફે કેરીઓન અને મોહમ્મદ સરવર આઝમીની પણ ધરપકડ કરી. ત્યારબાદ મોહમ્મદ સલમાન અને સૈફુર ઉર્ફે સૈફુર્રહમાન અંસારીની પણ ધરપકડ કરી હતી. 


ગત વર્ષે આરિઝ ખાન ઉર્ફે જૂનૈદની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે મિર્ઝા શાદાબ બેગ ઉર્ફે મલિક, સાજિદ બડા અને મોહમ્મદ ખાલિદ હજુ પણ ફરાર છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....