પુલવામા: જમ્મુ અને કાશ્મીર પોલીસે પુલવામા જિલ્લામાં મંગળવારે જૈશ એ મોહમ્મદના આતંકીઓના ચાર મદદનીશોની ધરકપકડ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકો ખ્રુ અને ત્રાલના જંગલ વિસ્તારમાં જૈશ એ મોહમ્મદના સક્રિય આતંકીઓને આશ્રય, સાજો-સામાન અને અન્ય પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવવાના કામ કરતા હતાં. 


તેમણે જણાવ્યું કે આ લોકોની ઓળખ શબીર અહેમદ, શીરાજ અહેમદ ડાર, શફાત અહેમદ મીર અને ઈશફાક અહેમદ શાહ તરીકે થઈ છે. આ તમામ લોકો અવંતીપોરા, પુલવામાના ખ્રુ વિસ્તારના બાઠેનના રહીશ છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube