ગુજરાતમાં ચોથી લહેરની એન્ટ્રી? ભારતના આ 7 રાજ્યોમાં જોવા મળ્યો નવો વેરિયન્ટ! આ રહ્યા લક્ષણ
Corona 4th wave: કોરોના વાયરસે છેલ્લા કેટલાક સમયથી દુનિયાભરમાં તબાહી મચાવી છે. તેનો નવો વેરિયન્ટ આવવાથી આગામી લહેરની સંભાવના વધી ગઈ છે. આ લિસ્ટમાં ઓમિક્રોન અને ડેલ્ટા સાથે જોડાયેલો કોરોનાના નવો વેરિયન્ટ ડેલ્ટોક્રોન સામે આવ્યો છે. જેની ઓળખ ભારતમાં પણ થઈ ચૂકી છે.
નવી દિલ્હી: દુનિયામાં કોરોનાની ત્રીજી લહેરના કેસ ઓછા થઈ રહ્યા હતા કે Covid-19 ના નવા કેસ ફરી વધવા લાગ્યા છે. જેમ-જેમ કોરોનાના પ્રતિબંધ હટી રહ્યા હતા, માનવામાં આવી રહ્યું હતું કે, કોરોના મહામારી દૂર થઈ ગઈ છે. પરંતુ તાજેતરમાં મળેલી જાણકારી અનુસાર કોરોનાનો વધુ એક નવો વેરિયન્ટ સામે આવ્યો છે, જે ચોથી લહેરનું કારણ બની શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ રિકોમ્બિનેન્ટ વેરિયન્ટ વિશે કહ્યું કે ઓમિક્રોન અને ડેલ્ટા બંને ઝડપથી ફેલાવવાના કારણે આ સ્થિતિ ઉભી થઈ છે.
કોવિડ-19 ના આ નવા વેરિયન્ટનું નામ ડેલ્ટાક્રોન છે, જે ઓમિક્રોન અને ડેલ્ટાના જોડવાવાથી તૈયાર થયો છે. રિપોર્ટ અનુસાર આ વેરિયન્ટની ઓળખ ભારતમાં થઈ ચૂકી છે અને 7 રાજ્યોમાંથી મળી આવતા દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ રાજ્યોમાં કર્નાટકા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને દિલ્હી સામેલ છે. એવામાં આ નવો વેરિયન્ટ ડેલ્ટાક્રોન કેટલો ખતરનાખ છે અને તેના લક્ષણ શું છે, આ વિશે જાણવું ખુબ જ જરૂરી થઈ જાય છે.
'હું યોગી આદિત્યનાથ, ઇશ્વરની શપથ લઉ છું કે...', UP માં યોગી 2.0 ની શરૂઆત
આ રીતે થઈ ડેલ્ટાક્રોનની ઓળખ
ડેલ્ટાક્રોન રિકોમ્બિનેન્ટ વેરિયન્ટ છે, જે ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટના જોડાવવા પર બન્યો છે. ડેલ્ટાક્રોનની ઓળખ ફેબ્રુઆરી 2022 માં થઈ હતી. ખરેખરમાં, પેરિસમાં Institut Pasteur ના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસનો એક નવો વેરિયન્ટ જોયો હતો, જે આગામી વેરિયન્ટ્સથી એકદમ અલગ હતો.
ડેલ્ટાક્રોનના સેમ્પલ ઉત્તર ફ્રાન્સના એક વૃદ્ધ વ્યક્તિમાંથી આવ્યા હતા. સેમ્પલની તપાસ કરવા પર વેરિયન્ટ ઘણો અલગ લાગી રહ્યો હતો. આ વેરિયન્ટની તપાસમાં સામે આવ્યું કે, તેના મોટાભાગના જેનેટિક્સ ડેલ્ટા વેરિયન્ટ જેવા હતા, જે ગત વર્ષના અંત સુધી દુનિયામાં ડોમેનેન્ટ વેરિયન્ટ હતો. પરંતુ આ વેરિયન્ટનો તે ભાગ જે વાયરસને સ્પાઈક પ્રોટીનને એન્કોડ કરે છે અને જેનો ઉપયોગ તે કોશિકાઓની અંદર જવા માટે કરે છે, તે ઓમિક્રોનથી આવ્યા છે.
Institut Pasteur ના વૈજ્ઞાનિકોએ કહ્યું, યુકે અને યુએસમાં રિપોર્ટ કરવામાં આવેલા ડેલ્ટાક્રોન વેરિયન્ટમાં કેટલુંક અંતર જોવા મળી રહ્યું છે. તેથી તેના પણ ઘણા રૂપ હોઈ શકે છે.
પંજાબના સીએમ ભગવંત માનનો મોટો નિર્ણય, ધારાસભ્યોના પેન્શન ફોર્મ્યૂલામાં થશે ફેરફાર
ડેલ્ટાક્રોનના મુખ્ય લક્ષણ (Symptoms of Deltacron)
નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન અને ડેલ્ટાના રિકોમ્બિનેશનથી બનેલા આ વાયરસના લક્ષણ એવા જ છે, જે ગત મહામારીમાં હતા. પરંતુ વૈજ્ઞાનિક હજુ પણ તેના પર નજર રાખી રહ્યા છે અને તેના અન્ય લક્ષણો વિશે જાણકારી મેળવી રહ્યા છે.
ડેલ્ટાને કોરોનાનો અત્યાર સુધીનો સૌથી ઘાતક રૂમ માનવામાં આવે છે અને ડેલ્ટાક્રોન, ડેલ્ટા અને ઓમિક્રોનના એક થવાથી બન્યો છે. જો કોઈ તેનાથી સંક્રમિત થયા છે તો સંક્રમિત વ્યક્તિ કેટલાક હળવા અને કેટલા ગંભીર લક્ષણો અનુભવી શકે છે.
માથાનો દુખાવો, તાવ, પરસેવો આવવો, ઠંડી લાગવી, ગળામાં દુખાવો, થાક, એનર્જીની અછત, શરીમાં દુખાવો, ઓમિક્રોનના BA.2 વેરિયન્ટના લક્ષણ છે. ઓમિક્રોન BA.2 ના અન્ય લક્ષણ તાવ, ખાંસી, ગળામાં દુખોવ, માથાનો દુખાવો, થાક અને હાર્ટ રેટ વધવાના છે.
Truecaller એ યૂઝર્સને આપ્યા Good News! લોન્ચ કર્યા નવા ફિચર્સ, જાણીને તમે થઈ જશો ખુશ
ડેલ્ટાક્રોન પર કરવામાં આવેલા અભ્યાસ અનુસાર, આ વેરિયન્ટના બે મુખ્ય લક્ષણ ચક્કર આવવા અને થાક લાગવો છે. જે સંક્રમિત થયાના બે-ત્રણ દિવસમાં અનુભવ થવા લાગે છે. કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ડેલ્ટાક્રોનની અસર નાકથી વધારે પેટ પર થઈ રહી છે. પેટ પર તેના પ્રભાવને કારણે બીમારને ઉબકા, ઝાડા, ઉલ્ટી, પેટમાં દુખાવો, બળતરા, સોજા અને ડાઈજેસન જેવી સમસ્યાઓ થઈ શકે છે.
IHU મેડિટરેની ઇન્ફેક્શન (ફ્રાન્સ) ના એક્સપર્ટ ફિલિપ કોલસનના જણાવ્યા અનુસાર, કેમ કે આ વેરિયન્ટના અત્યાર સુધીમાં ઓછા કેસની પુષ્ટી થઈ છે. તથી ડેલ્ટાક્રોન વધારે સંક્રામક હશે અથવા ગંભીર બીમારીનું કારણ બનશે કે નહીં, તેના વિશે કહેવું મુશ્કેલ ચે. આ ઉપરાંત પર્યાપ્ત ડેટા પણ નથી, જેના આધારે તેના વિશે જાણકારી આપી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube