Truecaller એ યૂઝર્સને આપ્યા Good News! લોન્ચ કર્યા નવા ફિચર્સ, જાણીને તમે થઈ જશો ખુશ

Truecaller એ તેના યુઝર્સને ખુશ કર્યા છે. ટ્રુકોલરે એપમાં કેટલાક નવા ફિચર્સ લોન્ચ કર્યા છે. જેનો ઉપયોગ વધુ મનોરંજક અને વધુ સરળ થઈ જશે. આવો જાણીએ ડિટેલમાં...

Truecaller એ યૂઝર્સને આપ્યા Good News! લોન્ચ કર્યા નવા ફિચર્સ, જાણીને તમે થઈ જશો ખુશ

નવી દિલ્હી: Truecaller એ ગુરૂવારના તત્કાલ મેસેજ, સ્માર્ટ કાર્ડ શેરિંગ, સ્માર્ટ એસએમએસ, મોકલેલા ચેટ સંદેશાઓને સંપાદિત કરવાની ક્ષમતા અને ડિફોલ્ટ દ્રશ્ય સેટ કરવા સહિત એકદમ નવી અપડેટ રજૂ કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, એપમાં નવી વિશેષતાઓ આજની પીઢી માટે એક રોમાન્ચક એડિશન છે. કેમ કે તે ન માત્ર કાર્યાત્મક ઉપકરણ છે. પરંતુ આજની ફાસ્ટ દુનિયામાં સમયની પણ બચત કરશે.

શું કહ્યું Truecaller India ના MD એ?
ટ્રુકોલર ઇન્ડિયાના પ્રોડક્ટ ઓફિસર અને મેનેજિંગ ડાયરેક્ટર ઋષિ ઝૂનઝૂનવાલાએ એક નિવેદનમાં કહ્યું કે, આ સુવિધાઓ તમામ માટે સંચારને સુરક્ષિત અને વધુ કુશળ બનાવવા માટે અમને અમારા મિશનની નજીક લઈ જાય છે. ટ્રુકોલર એક શક્તિશાળી સંચાર કેન્દ્ર તરીકે વિકસિત થઈ છે અને જે લોકો એપનો સંપૂર્ણ ઉપયોગ કરવા ઇચ્છે છે, તેમના માટે આ સુવિધા વધારે મૂલ્ય જોડશે. વિશેષતાઓ મનોરંજક અને ઉપયોગમાં સરળ છે અને આપણા ડેઈલી મેસેજમાં આપણી સામે આવતી ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે.

આ રીતે કરવો પડશે ઉપયોગ
તત્કાલ મસેજ સુવિધા તમને કસ્ટમ નોટિફિકેશન સાથે મહત્વપૂર્ણ અથવા સમય પ્રત્યે સંવેદનશીલ મેસેજ માટે રિસીવરનું ધ્યાન આકર્ષિત કરવાની મંજૂરી આપે છે. તત્કાલ મેસેજ પ્રાપ્તકર્તાની સ્ક્રિન પર ઉચ્ચ દૃશ્યતા સાથે પોપ અપ થશે. ભલે પછી કોઈ અન્ય એપ ખુલ્લી હોય અને જ્યાં સુધી પ્રાપ્તકર્તા તેને વાંચે નહીં ત્યાં સુધી ગાયબ થશે નહીં.

એક સેટ ડિફોલ્ટ લોન્ચ સ્ક્રીન સાથે ટ્રુકોલર યુઝર હવે એપને પહેલીવાર લોન્ચ થવા પર તેની ડિફોલ્ટ ઉપસ્થિતિનું સિલેક્શન કરવામાં સક્ષમ હશે. કોલ અથવા મેસેજ ટેપ પર એક સાધારણ લોન્ગ-પ્રેસ કરવાની સાથે, આ ડિફોલ્ટ દ્રશ્ય તરીકે સેટ કરવામાં આવી શકે છે. આગામી વખતે જ્યારે એપ ખોલવામાં આવશે, તો આ ડિફોલ્ટ તરીકે ખુલી જશે.

નવા અપડેટ સાથે, તમે પ્રાપ્તકર્તા દ્વારા જોયા બાદ પણ ચેટ મેસેજમાં ફરેફાર કરી શકો છો. તમે ચેટ મેસેજને મોકલ્યા બાદ કોઈપણ સમય સંપાદિત કરી શકો છો અને આ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે કે સંપાદન એસએમએસ માટે નથી, માત્ર ટ્રુકોલર ચેટ માટે ઉપલબ્ધ છે. હવે, તમે સ્માર્ટ કાર્ડને એક ઇમેજ તરીકે રજૂ કરી શકો છો જેથી જાણકારી સરળતાથી કોઈપણ વાંચી શકે, ભલે તે ટ્રુકોલરનો ઉપયોગ કરે કે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news