નવી દિલ્હી: ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમૈનુએલ લેનિને કહ્યું કે, ભારતને 36 રાફેલ લડાકુ વિમાનોની સપ્લાયમાં કોઈ વિલંબ થશે નહીં અને જે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી તેનું ચોક્કસપણે પાલન કરવામાં આવશે. ભારતે ફ્રાન્સની સાથે સપ્ટેમ્બર 2020માં 36 રાફેલ લડાકુ વિમાન ખરીદવા માટે લગભગ 58 હજાર કરોડ રૂપિયા ખર્ચથી કરાર કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- J&K: સુરક્ષા દળોને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના 4 આતંકીની ધરપકડ


લેનિને જણાવ્યું હતું કે, "રાફેલ વિમાનના કરાર પુરવઠાના કાર્યક્રમનો અત્યાર સુધી સન્માન કરવામાં આવ્યો છે અને હકીકતમાં કરાર મુજબ એપ્રિલના અંતમાં ફ્રાન્સમાં ભારતીય વાયુ સેનાને નવું વિમાન સોંપવામાં આવ્યું છે."


આ પણ વાંચો:- મહારાષ્ટ્રમાં ફરી 1 સાધુ સહિત 2ની નિર્દયતાથી હત્યા, તેલંગાણામાંથી આરોપીની ધરપકડ


રક્ષા મંત્રી રાજનાથ સિંહે 8 ઓક્ટોબરના ફ્રાન્સના એક એરપોર્ટ પર પ્રથમ રફેલ જેટ વિમાન મેળવ્યું હતું. રાજદૂતે કહ્યું, "અમે ભારતીય વાયુસેનાને શક્ય તેટલું વહેલી તકે ફ્રાન્સથી ભારત લઈ જવાની વ્યવસ્થા કરવામાં મદદ કરી રહ્યા છીએ. તેથી, આ અનુમાન લગાવવાનું કોઈ કારણ નથી કે વિમાનની ડિલિવરીના સમયપત્રકનું પાલન ન થયું હોવાનો થઈ શકશે."


આ પણ વાંચો:- શું લદાખમાં ચીને આપણા સૈનિકોને પકડ્યા? ભારતીય સેનાએ આપ્યો જવાબ


ફ્રાન્સ કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસો સાથે સંઘર્ષ કરી રહ્યું છે અને તે યુરોપના સૌથી અસરગ્રસ્ત દેશોમાંનો એક છે. દેશમાં 1 લાખ 45 હજારથી વધુ લોકો સંક્રમિત છે. જ્યારે 28,330 લોકોનાં મોત નીપજ્યાં છે. એવી આશંકા છે કે રાફેલ વિમાનના સપ્લાયમાં મહામારીના કારણે વિલંબ કરી શકે છે. જો કે, લેનિનએ કહ્યું કે વિમાનના પુરવઠા માટેની વાસ્તવિક સમયમર્યાદાનું પાલન કરવામાં આવશે. (ઇનપુટ: ભાષાથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube