ફ્રી કોરોના વેક્સિનનું વચન આચાર સંહિતાનું ઉલ્લંઘન નહીંઃ ચૂંટણી પંચ
આરટીઆઈ કાર્યકર્તા સાકેત ગોખલે દ્વારા કરવામાં આવેલી એક ફરિયાદનો જવાબ આપતા ચૂંટણી પંચે કહ્યું કે, આ મુદ્દામાં તેમને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન જોવા મળ્યું નથી.
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે કહ્યું કે, મતદાન દરમિયાન ફ્રી વેક્સીનનું વચન આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી. બિહારમાં ભાજપે પોતાના ઘોષણાપત્રમાં કહ્યું છે કે ભાજપ દ્વારા ઘોષણાપત્રમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવવાનો વાયદો આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી.
આરટીઆઈ કાર્યકર્તા સાકેત ગોખલે દ્વારા કરવામાં આવેલી એક ફરિયાદનો જવાબ આપતા ચૂંટણી પંચે કહ્યું કે, આ મુદ્દામાં તેમને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન જોવા મળ્યું નથી.
સાકેત ગોખલેએ દાવો કર્યો હતો કે ફ્રી વેક્સિનનો દાવો ભેગભાવ કારક છે અને આ જાહેરાત ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા સત્તાનો દુરૂપયોગ છે.
સૂત્રો પ્રમાણે ચૂંટણી આયોગે આદર્શ આચાર સંહિતાના ભાગ આઠમાં દર્શાવેલા કેટલાક દિશાનિર્દેશોના હવાલાથી કહ્યુ કે, વેક્સિનનું વચન આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી.
આ રાજ્યના મુખ્યંત્રીએ કહ્યું, 'ભગવાન પણ CM બની જાય તો પણ બધાને જોબ ન આપી શકે'
ચૂંટણી પંચે જે જોગવાઈનો હવાલો આપ્યો છે તે પ્રમાણે બંધારણમાં રાજ્યના જે નીતિ નિર્દેશક તત્વોની ચર્ચા કરવામાં આવી છે, તે રાજ્યને નાગરિકોના કલ્યાણ માટે ઘણા પ્રકારની નીતિઓ બનાવવાનો અધિકાર આપે છે. તેથી ચૂંટણી ઘોષણાપત્રમાં આવી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી.
ભાજપે પોતાના ઘોષણાપત્રમાં કહ્યું કે, કોરોના વિરુદ્ધ લડાઈમાં બિહારની એનડીએ સરકારે દેશની સામે એક ઉદાહરણ રાખ્યું છે. અમારો સંકલ્પ છે કે જ્યારે કોરોનાની રસી ICMR દ્વારા મંજૂરી બાદ ઉપલબ્ધ થશે. દરેક બિહારવાસીનું નિશુલ્ક રસીકરણ કરાવવામાં આવશે.
ચૂંટણી પંચે કહ્યું કે, મતદાતાઓ પાસે મત તે વતન પર માગવા જોઈએ જેને પૂરા કરવા સંભવ હોય. શુક્રવારે સાકેલ ગોખલેએ ટ્વિટર પર કહ્યુ હતુ કે, ચૂંટણી પંચ આશ્ચર્યજનક રૂપથી તે વાતને નોટિસ લેવાનું ભૂલી ગઈ કે કેન્દ્ર સરકારે એક રાજ્ય વિશેષ માટે તેની જાહેરાત કરી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube