નવી દિલ્હી: તમિલનાડુમાં ચૂંટણી દરમિયાન ફ્રી ગિફ્ટની વહેંચણી પણ પ્રચાર અભિયાનોનો એક ભાગ રહી હતી. હવે વેક્સીનેશન (Vaccination) ડ્રાઈવને ઝડપી બનાવવા માટે ફ્રી ગિફ્ટનો સહારો લેવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવલમમાં એક એનજીઓ લોકોને ભાત ભાતની ગિફ્ટ વહેંચીને રસી લેવા પ્રોત્સાહિત કરી રહી છે. રસી મૂકાવવા બદલ એનજીઓ તરફથી એક પ્લેટ બિરયાની અને મોબાઈલ રિચાર્જની કૂપન આપવામાં આવી રહી છે. આ ઉપરાંત સાપ્તાહિક લકી ડ્રોમાં બંપર ઈનામ પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. લકી ડ્રોના વિજેતા સોનાના સિક્કા, મિક્સર ગ્રાઈન્ડર, સ્કૂટી, વોશિંગ મશિન સુધીના ઈનામો જીતી શકે છે. અત્રે જણાવવાનું કે માછીમારીની બહુમતીવાળા કોવલમમાં 14,300ની વસ્તી છે. જેમાં 18 વર્ષથી ઉપરના 6400 લોકો છે. સંસ્થાનું કહેવું છે કે તેમની આ યોજના લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. 


રસીથી ગભરાતા હતા લોકો
વાત જાણે એમ છે કે કોરોના સંક્રમણ બાદ વિસ્તારમાં ગોકળગાય ગતિથી રસીકરણનું કામ ચાલુ હતું. શરૂઆતમાં અહીંના કેન્દ્રો પર 50-60 લોકો જ રસી લેવા પહોંચતા હતા. પરંતુ એનજીઓ દ્વારા શરૂ કરાયેલી આ નવી પહેલના કારણે કેન્દ્રો પર ભીડ લાગવાની શરૂ થઈ ગઈ. એક અઠવાડિયામાં જ 650થી વધુ લોકો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે. આ સાથે જ 700થી વધુ લોકોનું એડવાન્સ બુકિંગ થઈ ગયુ છે. ગ્રામીણોનું કહેવું છે કે રસીને લઈને અમે અસમંજસની સ્થિતિમાં હતા. પરંતુ એનજીઓએ રસી અંગે ફેલાયેલા ભ્રમ દૂર કરીને લોકોને પ્રોત્સાહિત કર્યા છે. હવે અમે સમગ્ર પરિવાર સાથે રસી લેવા જઈ રહ્યા છીએ. 


Coronavirus: ભારતમાં કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ


બે એનજીઓની મુહિમ રંગ લાવી
કોવલમને કોરોના મુક્ત બનાવવાની આ પહેલા એટીએસ ફાઉન્ડેશન, સીએન રામદાસ ટ્રસ્ટ અને ન્યૂયોર્કની સંસ્થા ચિરાગની છે. સીએન રામદાસ ટ્રસ્ટમાં ડોન બોસ્કો શાળાના 1992ની બેન્ચના પૂર્વ વિદ્યાર્થી છે અને ન્યૂયોર્કમાં ચેપી રોગ વિશેષજ્ઞ ડોક્ટર રાજીવ ફર્નાન્ડોએ ચિરાગ સંસ્થાની સ્થાપના કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube