Coronavirus: ભારતમાં કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ

દેશમાં કોરોના (Corona Virus) ની બીજી લહેર નબળી પડી રહી છે. દિન પ્રતિદિન નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં એક લાખની અંદર નવા કેસ નોંધાયા છે.

Coronavirus: ભારતમાં કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) ની બીજી લહેર નબળી પડી રહી છે. દિન પ્રતિદિન નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં એક લાખની અંદર નવા કેસ નોંધાયા છે. જ્યારે 2123 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ અગાઉ ગઈ કાલે સોમવારે બહાર પડેલા આંકડા મુજબ દેશભરમાં 1,00,636 નવા કેસ નોંધાયા હતા અને 2427 દર્દીઓના મોત થયા હતા. 

એક દિવસમાં 86 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 86,498 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,89,96,473 થયો છે. એક દિવસમાં 1,82,282 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં 2,73,41,462 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. નવા કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ હવે ધીરે ધીરે ઘટી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2123 દર્દીઓએ કોરોનાથી દમ તોડ્યો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 3,51,309 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 23,61,98,726 ડોઝ આપવામાં આવ્યા છે. 

Total cases: 2,89,96,473
Total discharges: 2,73,41,462
Death toll: 3,51,309
Active cases: 13,03,702

Total vaccination: 23,61,98,726 pic.twitter.com/d3U55MKQ3n

— ANI (@ANI) June 8, 2021

5 એપ્રિલના રોજ પહેલીવાર આવ્યા હતા 1 લાખથી વધુ કેસ
ભારતમાં 5 એપ્રિલના રોજ પહેલીવાર કોરોના વાયરસના એક લાખથી વધુ કેસ નોંધાયા હતા. તે વખતે 24 કલાકમાં 1 લાખ 3 હજાર 844 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ અમેરિકા બાદ ભારત બીજો એવો દેશ બની ગયો હતો જ્યાં એક જ દિવસમાં કોરોનાના એક લાખથી વધુ કેસ નોંધાયા હતા.  

— ANI (@ANI) June 8, 2021

18 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ સોમવારે દેશભરમાં 18,73,485 કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલા કોરોના ટેસ્ટનો આંકડો હવે 36,82,07,596 પર પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news