નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટૅ (Tablighi case)એ ગુરૂવારે કહ્યું કે બોલવા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા (Freedom of speech and expression)ની તાજેતરમાં સૌથી વધુ દુરઉપયોગ થયો છે. સુપ્રીમ ક્રોટ (Supreme court)એ તબલીગી તમાજ (Tablighi jamaat)ની છબિ ખરાબ કરવા સાથે જોડાયેલી અરજી પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરવામાં આવી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે નક્કર સોગંધનામું દાખલ ન કરવાને લઇને કેન્દ્રએ ફટકાર લગાવી છે. જમીયત ઉલમા-એ-હિંદ અને અન્ય અરજી પર સુનાવણી કરી રહેલી ચીફ જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી પીઠે આરોપ લગાવ્યો હતો કે મીડિયાનો એક કોવિડ 19 મહામરીની શરૂઆત દરમિયાન તબલિગી જમાતની મંડળી પર સાંપ્રદાયિક નફરત ફેલાવી રહી હતી. 


સુપ્રીમ કોર્ટે કહ્યું કે તાજેતરમાં બોલવા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સૌથી વધુ દુરઉપયોગ થયો. જમાત દ્વારા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે કેન્દ્રએ પોતાના સોગંધનામાં કહ્યું કે અરજીકર્તા 'બોલવા અને અભિવ્યક્તિ'ની સ્વતંત્રતાનું હનન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેના પર પીઠે કહ્યું કે તે પોતાના સોગંધનામામાં કોઇપણ પ્રકારની ટાલમટોલ કરવા માટે સ્વતંત્ર છે, જેમ કે તમે કોઇપણ તર્ક આપવા માટે સ્વતંત્ર છો. 


પીઠે આ વાત પર પણ નારાજગી વ્યક્ત કરી
સૂચના અને પ્રસારન મંત્રાલ્યના સચિવના બદલે એક અધિક સચિવે સોગંધનામું દાખલ કર્યું જેમાં તબલીગી જમાત મુદ્દે પર મીડિયા રિપોર્ટિંગના સંબંધમાં જરૂરી અને નિરર્થક વાતો કહેવામાં આવી હતી. તેના પર પણ પીઠે નારાજગી વ્યક્ત કરી. સીજેઆઇ સહિત જસ્ટિસ એએસ બોપન્ના અને વી રામસુબ્રમણ્યનની પીઠે કહ્યું કે તમે આ કોર્ટમાં આ પ્રકારે વ્યવહાર ન કરી શકો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube