નવું વર્ષ નવું શિક્ષણ: ૨૦૨૩થી સરકારી સ્કૂલોમાં ધો.૯માં ૬૭ વોકેશનલ વિષયો ભણાવાશે, શિક્ષણ નીતિમાં થશે નવા ફેરફાર
દેશની શિક્ષણ નીતિમાં 34 વર્ષ પછી નવા ફેરફાર કરવામાં આવ્યા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના ધો.૯ના વિદ્યાર્થીઓને આગામી ૨૦૨૩ના શૈક્ષણિક વર્ષથી વિવિધ ટ્રેડના જુદા જુદા ૬૭ વોકેશનલ વિષયો ભણાવાશે. હવે તમામ વિદ્યાર્થીને સ્કૂલથી જ સ્કિલ મળશે.
દેશની શિક્ષણ નીતિમાં 34 વર્ષ પછી નવા ફેરફાર કરવામાં આવ્યા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના ધો.૯ના વિદ્યાર્થીઓને આગામી ૨૦૨૩ના શૈક્ષણિક વર્ષથી વિવિધ ટ્રેડના જુદા જુદા ૬૭ વોકેશનલ વિષયો ભણાવાશે. હવે તમામ વિદ્યાર્થીને સ્કૂલથી જ સ્કિલ મળશે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ હાલ ૨૦૨૩માં રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્તર માધ્યમિક સ્કૂલોમાં ધો.૯થી આ નવા વિષયો દાખલ કરાશે અને વિદ્યાર્થીઓને ભણાવાશે જ્યારે ૨૦૨૪થી તમામ ખાનગી સ્કૂલોમાં પણ અમલ શરૃ કરાશે. આ વિષયોના અભ્યાસ થકી વિદ્યાર્થીઓને શાળામાં રહીને જ થીયરી તેમજ પ્રેક્ટીકલ વિષયનું શિક્ષણ અને અનુભવ પ્રાપ્ત કરવાનો રહેશે. આ માટે વિદ્યાર્થીઓએ માત્ર ઈન્ડસ્ટ્રીઝ વિઝીટ અને ઈન્ટર્નશીપ માટે નજીકના વિસ્તારમાં જવાનું રહેશે. જેમાં તેમને નવો અનુભવ થશે.
રાજ્યની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કે જેમાં ધો.9થી 12માં શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. તેવી તમામ શાળાઓને પોતાના વિદ્યાર્થીઓને વોકેશનલ વિષયનું શિક્ષણ પુરૂ પાડી શકે તે માટે પંડિત સુંદરલાલ શર્મા સેન્ટર ઈન્સ્ટિટ્યુટ ઓફ વોકેશનલ એજ્યુકેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા 67 વોકેશનલ વિષયોની યાદી નક્કી કરવામાં આવી છે. આ યાદી રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલવામાં આવી છે અને તેમના જિલ્લાની જે શાળાઓ જે વિષય શરૂ કરવા માંગતી હોય તો તેમને માર્ગદર્શન આપવા જણાવાયું છે.
1 જાન્યુઆરીથી બદલાઈ જશે MGNREGAના નિયમો, મોદી સરકારનો આ છે નવો પ્લાન
PM આવાસ યોજના હેઠળ ઘર લેવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર...નહીં જાણો તો પસ્તાશો
ગરીબની પુત્રીએ કર્યો જબરદસ્ત કમાલ, પહેલીવારમાં બનાવ્યું એવું મશીન..વૈજ્ઞાનિકો અચંબિત
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં માતૃભાષામાં શિક્ષણ પર ભાર મુકવામાં આવ્યો છે. લગભગ 97 લાખ શિક્ષકો દ્વારા 15 લાખથી વધુ શાળાઓમાં 26 કરોડથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે. અત્યાર સુધી તમે કલા, સંગીત, હસ્તકલા, રમતગમત, યોગ વગેરેનો અભ્યાસ સહ-અભ્યાસક્રમ (co curricular)અથવા વધારાની અભ્યાસક્રમ (extra curricular)પ્રવૃત્તિ તરીકે કરી રહ્યાં હતા. હવે આ મુખ્ય અભ્યાસક્રમનો એક ભાગ હશે. તેમને વધારાની અભ્યાસક્રમ પ્રવૃત્તિ કહેવામાં આવશે નહીં. વોકેશનલ પ્રેક્ટિકલ વિષય હોવાથી ચિત્ર, કમ્પ્યુટર જેવા પ્રેક્ટિકલ વિષયો વિદ્યાર્થી રાખી શકશે નહીં. ધો.9માં વોકેશનલ વિષય રાખનારા વિદ્યાર્થીએ ધો.10માં પણ આ વિષય ફરજિયાત રાખવાનો રહે છે. જેથી વિદ્યાર્થીને લેવલ-2નું સ્કીલ ડેવલપમેન્ટનું પ્રમાણપત્ર મળી શકે.
સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓના ડીઈઓને પરિપત્ર કરીને ૨૦૨૩થી તમામ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધો.૯માં વોકેશનલ સ્કિલ સ્ટડીનો અમલ કરવા જણાવવામા આવ્યુ છે.સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ૨૦૧૭માં સ્કૂલ લેવલે વોકેશનલ વિષયની શરૃઆત થઈ હતી તે સમયે માત્ર ૨૦ જ સ્કૂલોમાં ૪ ટ્રેડમાં ૭ વિષયો દાખલ કરાયા હતા.
આ વીડિયો પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube