પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરની ઈચ્છા ધરાવતા લોકો માટે મહત્વના સમાચાર...નહીં જાણો તો ભરપેટ પસ્તાશો

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેટલીક શરતોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી આવાસ ફાળવવામાં આવે છે. સુલ્તાનપુર લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ મેનકા ગાંધીનું એક એવું નિવેદન સામે આવ્યું છે જેને લઈને ચર્ચાઓ તેજ છે. 

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરની ઈચ્છા ધરાવતા લોકો માટે મહત્વના સમાચાર...નહીં જાણો તો ભરપેટ પસ્તાશો

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેટલીક શરતોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી આવાસ ફાળવવામાં આવે છે. સુલ્તાનપુર લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ મેનકા ગાંધીનું એક એવું નિવેદન સામે આવ્યું છે જેને લઈને ચર્ચાઓ તેજ છે. તેમણે કહ્યું કે મોટરસાઈકલ ધરાવતા લોકોને પ્રધાનમંત્રી આવાસ મળી શકશે નહીં. જાણો તેમણે શું કહ્યું. 

અત્રે જણાવવાનું કે સુલ્તાનપુર સાંસદ મેનકા ગાંધી પોતાના ત્રણ દિવસના પ્રવાસે સુલ્તાનપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ કાદીપુર બ્લોકમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. અહીં તેમણે 33 યોગ્ય લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સ્વીકૃત પત્ર સોંપ્યો. 

રકમથી ખરીદાય છે મોટરસાઈકલ
સ્વીકૃત પત્ર આપ્યા બાદ તેમણે ત્યાં હાજર જનતાને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વખતે મે પોતે અનેક અપાત્ર લોકોના નામ યોજનામાંથી કપાવી નાખ્યા છે. તેમણે કહ્યું કે એક મોટરસાઈકલ લગભગ 80- 90 હજારની આવે છે. અનેક લોકો ઘર બનાવવાની જગ્યાએ ઘર માટે અપાયેલી રકમમાંથી મોટરસાઈકલ ખરીદી રહ્યા છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

આ દરમિયાન સાંસદ મેનકા ગાંધીએ કહ્યું કે કેટલાક અપાત્ર તો એવા છે, જે યોજનાનો લાભ લઈને બીજા માળનું નિર્માણ કરાવી રહ્યા છે. તેના ફોટા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે જે લોકો આટલી મોંઘી મોટરસાઈકલ ખરીદી શકે છે તેઓ પોતાના ઘર પણ બનાવડાવી શકે છે. કાર્યક્રમ પહેલા સાંસદે પોતાના શાસ્ત્રી નગર આવાસ ખાતે લોકોની સમસ્યાઓ પણ સાંભળી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news