ભોપાલ : મધ્યપ્રદેશનાં આગામી મુખ્યમંત્રી તરીકે કમલનાથે શપથગ્રહણ સમારોહના અંતે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ તમામ લાઇમલાઇટ લુટી ગયા. દિગ્વિજય સિંહ આમ તો વિધાનસભા ચૂંટણી અને પાર્ટીની અંદર મતભેદો દુર કરવા માટે પર્દાની પાછળ ભુમિકા નિભાવતા રહ્યા પરંતુ સોમવારે શપથગ્રહણ સમારોહ દરમિયાન તેમનું એક અનોખુ રૂપ જોવા મળ્યું. આશરણે પોણાત્રણ વાગ્યે જ્યારે મુખ્યમંત્રી કમલનાથનો શપથગ્રહણ સમારોહ કાર્યક્રમ પુર્ણ થયો તો મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ડાયસની બીજી તરફ બેઠેલા સાધુઓની સાથે ફૂલોની માળાની રમત ચાલુ કરી દીધી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી પદ અને ગુપ્તતાની શપથ લીધા બાદ કમલનાથે તેમની તરફ ફુલોની માળા લઇને વધી રહ્યા હતા. સાધુઓની નોટિસ નહોતા કર્યા અને તેઓ તેમને મળ્યા વગર જ ત્યાંથી જવા લાગ્યા હતા. એટલામાં જ દિગ્વિજય તેમની વચ્ચે આવી ગઇ અને સાધુઓનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહ્યા. આ પ્રક્રિયામાં સાધુઓ દ્વારા પુષ્પવર્ષા અને ફૂલોની માળા તેમના પર પડી. 

દિગ્વિજયનો આ અંદાજ પહેલા ક્યારે નથી જોવા મળ્યો
સાધુઓનાં આશીર્વાદ લીધા બાદ દિગ્વિજય સિંહ કમ્પ્યુટર બાબા પર દૂરથી માળા ફેંકીને પોતાનું લક અજમાવવા લાગ્યા હતા. જેમણે વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. પોતાનાં પહેલા પ્રયાસમાં નિષ્ફળ જતા રહ્યા પરંતુ બીજી વખતમાં માળા બાબાનાં ગળામાં પડી ગઇ હતી. સમારોહમાં ભાગ લેવા માટે આવેલા લોકોએ દિગ્વિજયનું આવુ સ્વરૂપ ક્યારે પણ જોયું નહોતું, જેથી હાજર બધા જ લોકો હસી પડ્યા હતા. 

લોકોએ કર્યું અભિનંદન
સાધુ-સંતો પણ તેમની ઉજવણીનો હિસ્સો બન્યા અને ન માત્ર દશકો પરંતુ ધાર્મિક ગુરૂઓ જેવા આર્કબિશપન લિયો કોનેલિયો, શહેરનાં કાજી મુશ્તાક અલી નદવી, ગાયત્રી શક્તિપીઠનાં ડૉ. શંકરલાલ પાટીદાર અને બૌદ્ધ ભિક્ષુ શાક્ત સાગર પુત્રએ પણ અભિનંદન કર્યું હતું.