G-20 Summit : દુનિયાની 85% GDP પર છે આ 20 દેશોનો કબજો, જાણો કેટલામાં સ્થાને છે ભારત
G-20 Summit in India: દેશની રાજધાની દિલ્હીમાં 9થી 10 સપ્ટેમ્બર વચ્ચે જી20 સમિટ યોજાવાની છે. દુનિયાની 85 ટકા જીડીપી પર આ જી-20 દેશોનો કબજો છે. તો ગ્લોબલ ટ્રેડમાં આ દેશોની 75 ટકા ભાગીદારી છે.
નવી દિલ્હીઃ જી-20 સંમેલન (G-20 Summit)શરૂ થવામાં હવે ગણતરીની કલાકો બાકી છે. દેશની રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે જી20 સમિટ યોજાવાની છે. અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષે આજથી ભારત આવવાનું શરૂ કરી દીધુ છે. જી-20 સમૂહ દુનિયાનું સૌથી પાવરફુલ ગ્રુપ છે. તેનો અંદાજો તમે તેના પરથી લગાવી શકો છો કે ગ્લોબલ જીડીપીમાં જી-20 દેશોનું યોગદાન આશરે 85 ટકા છે. આ સિવાય ગ્લોબલ ટ્રેડમાં આ 20 દેશોનું યોગદાન 75 ટકા છે. જનસંખ્યાની વાત કરીએ તો જી-20ના દેશોમાં દુનિયાની બે તૃતિયાંશ વસ્તી રહે છે. આવો જાણીએ જી20 ગ્રુપમાં ક્યા-ક્યા દેશ છે અને તેની ઇકોનોમી કેટલી મોટી છે.
જી-20 ગ્રુપમાં છે આ દેશ
G-20 જૂથમાં 19 દેશો અને યુરોપિયન યુનિયન બ્લોક તરીકે સામેલ છે. આ 19 દેશોમાં બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ G20 સમિટ માટે તૈયાર દિલ્લી, સમગ્ર શહેર છાવણીમાં ફેરવાયું, 9 અને 10 સપ્ટેમ્બરે ઈવેન્ટ
કઈ રીતે થઈ હતી જી-20ની સ્થાપના
દુનિયાના 20 મુખ્ય દેશોએ વર્ષ 1999માં એક ઇકોનોમિક ગ્રુપના રૂપમાં જી-20 ગ્રુપ બનાવ્યું હતું. એશિયન નાણાકીય સંકટ બાદ આ ગ્રુપની રચના કરવામાં આવી હતી. તે સમયે વિચાર હતો કે આર્થિક સંકટોને હવે કોઈ દેશની સરહદની અંદર ન રોકી શકાય. તેથી સારા આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગની જરૂરીયાત છે.
કેટલી મોટી છે જી-20 ઇકોનોમીઝ?
જી20ના સભ્યો દેશ ગ્લોબલ જીડીપીમાં 85 ટકાનું યોગદાન આપે છે. એટલે કે દુનિયાના કુલ 195 દેશોમાંથી માત્ર 20 દેશોની પાસે દુનિયાની 85 ટકા જીડીપી છે. બાકી બચેલા 175 દેશોની પાસે માત્ર 15 ટકા જીડીપી છે. જી-20 સમૂહમાં સામેલ દેશોની વાત કરીએ તો માત્ર સંયુક્ત રાજ્ય અમેરિકા ગ્લોબલ જીડીપીમાં 25.46 ટ્રિલિયન ડોલરનું યોગદાન આપે છે. અમેરિકા બાદ બીજા નંબરે ચીન છે. ચીનનું ગ્લોબલ જીડીપીમાં 17.96 ટ્રિલિયન ડોલરનું યોગદાન છે. ત્રીજા નંબર પર યુરોપીયન યુનિયન (જર્મની, ફ્રાન્સ અને ઇટલીને છોડીને) છે. યુરોપિયન યુનિયનનું યોગદાન 7.78 ટ્રિલિયન ડોલર છે.
આ પણ વાંચોઃ સનાતન પર I.N.D.I.A vs NDA, DMKના નેતાઓમાં સનાતનને બદનામ કરવાની હોડ
ભારત છઠ્ઠા નંબર પર
જી-20 દેશોમાં જીડીપીના મામલામાં ચોથા નંબર પર જાપાન આવે છે. તેનો જીડીપી 4.32 ટ્રિલિયન ડોલરની છે. પાંચમાં નંબર પર 4.07 ટ્રિલિયન ડોલરની સાથે જર્મની છે. ભારત 3.39 ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે છઠ્ઠા સ્થાને છે. ભારત બાદ યુકે, ફ્રાન્સ, રશિયા, કેનેડા, ઇટલી, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયા આવે છે. જી-20 દેશોમાં સૌથી ઓછી જીડીપી આફ્રિકાની 0.40 ટ્રિલિયન ડોલર છે. તેની ઉપર આર્જેન્ટીનાની 0.63 ટ્રિલિયન ડોલર, તુર્કીની 0.91 ટ્રિલિયન ડોલર, સાઉદી અરબની 1.11 ટ્રિલિયન ડોલર, ઈન્ડોનેશિયાની 1.32 ટ્રિલિયન ડોલર અને મેક્સિકોની 1.41 ટ્રિલિયન ડોલર છે. આ આંકડા વર્લ્ડ બેન્ક (2022) ના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube