નવી દિલ્હીઃ અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ લગાવવાની સાથે આજનો દિવસ ખુબ ખાસ છે. ગગનયાન મિશનને લઈને પ્રથમ મોટી ટ્રાયલ આજે છે. ગગનયાન મિશનને સંપૂર્ણ રીતે સફળ બનાવવામાં આવે તેને લઈને ઈસરોના વૈજ્ઞાનિકો સતત તૈયારીઓ કરી રહ્યાં છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ભારતના ગગનયાન મિશનના પ્રક્ષેપણની દિશામાં ક્રૂ એસ્કેપ સિસ્ટમ (સીઈએસ) નું પ્રથમ પરીક્ષણ ઉડાન આયોજિત કરવા માટે તૈયાર છે. શનિવાર ગગનયાન મિશન દરમિયાન રોકેટમાં ગડબડી થવા પર અંદર હાજર એસ્ટ્રોનોટને પૃથ્વી પર સુરક્ષિત લાવનાર સિસ્ટમ ક્રૂ એસ્કેપ સિસ્ટમ ટેસ્ટનું ટેસ્ટિંગ થશે. તેવામાં અભિયાનમાં અંતરિક્ષ યાત્રિકોની સુરક્ષા માટે આ ટ્રાયલ ખુબ જરૂરી છે. ક્રૂ એસ્કેપ સિસ્ટમ આખરે શું છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રૂ એસ્કેપ સિસ્ટમના ટેસ્ટિંગને આ રીતે સમજો
સરળ ભાષામાં તેને આ રીતે સમજી શકાય છે. જો મિશન દરમિયાન કંઇક ગડબડી થશે તો ભારતીય અવકાશયાત્રીને સુરક્ષિત રીતે પૃથ્વી પર કેવી રીતે લાવવામાં આવશે? તેનું પરીક્ષણ આજે થવાનું છે. ભારતીય અવકાશ એજન્સી ISRO ગગનયાન મિશનની ક્રૂ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કરશે. આ માટે પ્રથમ મોટી ટ્રાયલ યોજાવા જઈ રહી છે. આ ટ્રાયલમાં, રોકેટમાં કોઈ ખામી સર્જાય તો તેની અંદર રહેલા અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે પૃથ્વી પર લાવનારી સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવશે. જેમાં ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન ટીવી-ડી1 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ ફ્લાઇટમાં ત્રણ ભાગ હશે - સિંગલ સ્ટેજ લિક્વિડ રોકેટ, ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમ.


એક પોઈન્ટ પર અબોર્ડ જેવી સ્થિતિ બનાવવામાં આવશે
ક્રૂ એસ્કેપ સિસ્ટમ એટલે કે અંતરિક્ષ યાત્રિને રોકેટથી દૂર લઈ જવા. તેના ટેસ્ટિંગ માટે ટેસ્ટ વ્હીકલ તૈયાર છે, જે સિંગલ ફેઝનું રોકેટ છે. તે ગગનયાનના આકાર અને વજનનું છે. તેમાં ગગનયાન જેવી તમામ સિસ્ટમ પણ હશે. ટેસ્ટ વ્હીકલ એસ્ટ્રોનોટ માટે બનાવવામાં આવેલા ક્રૂ મોડ્યૂલને પોતાની સાથે ઉપર લઈ જશે. પછી 17 કિલોમીટરની ઉંચાઈ પર કોઈ એક પોઈન્ટ પર એબોર્ટ જેવી સ્થિતિ બનાવવામાં આવશે અને ક્રૂ એસ્કેપ સિસ્ટમને રોકેટથી અલગ કરી લેવામાં આવશે. આ દરમિયાન ટેસ્ટ કરવામાં આવશે કે શું ક્રૂ એસ્કેપ સિસ્ટમ સારી રીતે કામ કરી રહી છે. તેમાં પેરાશૂટ લાગેલા હશે, જેની મદદથી આ સિસ્ટમ શ્રીહરિકોટા કિનારાથી 10 કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં ટચડાઉન કરશે. ભારતીય નેવીના જહાજ અને ડાઇવિંગ ટીમની મદદથી તેને બહાર કાઢવામાં આવશે. 


આ મિશન પર નેવીની પણ રહેશે નજર
ઇસરોના આ મિશન માટે ચાર એસ્ટ્રોનોટને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. બેંગલુરૂમાં સ્થાપિત એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટીમાં ક્લાસરૂમ ટ્રેનિંગ, ફિઝિકલ ફિટનેસ ટ્રેનિંગ, સિમ્યુલેટર ટ્રેનિંગ અને ફ્લાઇટ સૂટ ટ્રેનિંગ સામેલ છે. ટીવી-ડી1 ક્રૂ મોડ્યૂલની સમુદ્રથી રિકવરીનું કામ નેવીને આપવામાં આવ્યું છે. રોકેટના ઉડાન ભરવાની 531.8 સેકેન્ટ બાદ ક્રૂ મોડ્યૂલ લોન્ચ પેડથી આશરે 10 કિલોમીટર દૂર પડી જશે. રિકવરી જહાજ ક્રૂ મોડ્યૂલની પાસે પહોંચશે અને સર્ચ ટીમ તેને રિકવર કરશે. ઈન્ડિયન નેવી તરફથી રિકવર કરવા સુધી ટીમ તરતી રહેશે.