જો તમે પણ ઓનલાઇન રમો છો Ludo Game તો થઈ જાવ સાવધાન, બની શકો છો કંગાળ
દેશના ઘણા ભાગમાં ઓનલાઇન લૂડો અને સાપ સીડી ગેંગ સક્રિય થઈ ચુકી છે.
નવી દિલ્હીઃ આજકાલ લૉકડાઉનમાં સમય પસાર કરવા માટે લોકો ઓનલાઇન લૂડો અથવા પાંસ સીડી રમતા હોય છે. પરંતુ ધ્યાન રાખો, લૂડો રમવાની ચસ્કો તમને કંગાળ બનાવી શકે છે અથવા જેલમાં ધકેલી શકે છે. હકીકતમાં આ જાણીતી ગેમ સટ્ટાબાજીની નવી રમત બની ગઈ છે. અચાનક તમને ટેલીગ્રામ કે વોટ્સએપ પર લૂડો કે સાંપ સીડીના ગ્રુપમાં એડ કરી દેવામાં આવે છે. તમે વિચારો છો કે આ રમતનું ગ્રુપ છે, રમવાની મજા આવશે.
પરંતુ સાવધાન! આ સજાનું કારણ પણ હોઈ શકે છે. હકીકતમાં દેશના ઘણા ભાગમાં ઓનલાઇન લૂડો અને સાપ સીડી ગેંગ સક્રિય થઈ ગઈ છે. તેવામાં સટ્ટાબાજીની આ રીત છે કે પહેલા ગ્રુપ એડમિન લોકોને ગ્રુપમાં જોડે છે પછી એક લિંક મોકલે છે. ત્યારબાદ ગ્રુપ એડમિન એક કોડ આપે છે, જેથી ગ્રુપમાં ચાર લોકો અલગ-અલગ જગ્યાઓ પર રહીને લૂડો રમે છે. બાકી લોકો શરત લગાવે છે કોણ જીતશે.
જીતનાર પાસેથી એડમિન કમીશન લે છે અને શતરમાં લાગેલા પૈસા અલગ-અલગ લોકોને હાર-જીતના હિસાબે આપે છે. આ રીતે સાપ સીડીની પણ લિંક આપવામાં આવે છે અને જીતનાર પર શરત લગાવવામાં આવે છે. આ ગેમ પર હજારોનો સટ્ટો લાગે છે.
ગેમ રમવાની હોય છે શરતો
- લૂડો, સાપ સીડી ગ્રુપમાં એડમિન સ્પષ્ટ કહે છે કે વિધાઉટ ડિપોઝિટ નો ગેમ.
- ગેમની વચ્ચે નેટ પેક પૂરુ થઈ જાય, ફોન હેંગ થઈ જાય તો પૈસા પરત મળશે નહીં.
- દરેક ગેમ બાદ બેલેન્ડ નાખવુ પડશે.
- ગ્રુપમાં ગાળો આપનારનું બેલેન્ડ ઝીરો માનવામાં આવશે.
- મિનિમમ 100 રૂપિયાની શરત લગાવવી પડશે.
ધ્યાન રાખો કે સટ્ટાબાજોના ગ્રુપમાં જો તમે ફસાયા તો કોઈપણ સમયે વિવાદની સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ હોઈ શકે અને દુશ્મની પણ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર