Gandhi Jayanti 2022: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ PM શાસ્ત્રીને રાષ્ટ્રપતિ મુર્મૂ-PM મોદીએ આપી ભાવભીની શ્રદ્ધાંજલિ
દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. ભારતના સ્વાધિનતા આંદોલનના નાયક કહેવાતા ગાંધીજીની સમાધિ રાજઘાટ પર ગણમાન્ય વ્યક્તિઓ પહોંચી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. શાસ્ત્રીજીની સમાધિ વિજય ઘાટ ઉપર પણ નેતાઓ પહોંચીને તેમને નમન કરી રહ્યા છે.
નવી દિલ્હી: દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. ભારતના સ્વાધિનતા આંદોલનના નાયક કહેવાતા ગાંધીજીની સમાધિ રાજઘાટ પર ગણમાન્ય વ્યક્તિઓ પહોંચી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. શાસ્ત્રીજીની સમાધિ વિજય ઘાટ ઉપર પણ નેતાઓ પહોંચીને તેમને નમન કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ, પીએમએ રાષ્ટ્રપિતાને આપી શ્રદ્ધાંજલિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. પુષ્પો પણ અર્પણ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાજઘાટ પહોંચીને ગાંધીજીને પુષ્પો અર્પણ કરી નમન કર્યા. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube