સેવાગ્રામ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતા મંગળવારે મહાત્મા ગાંધી જયંતી પ્રસંગે સેવાગ્રામ આશ્રમમાં આયોજીત પ્રાર્થના સભામાં ભાગ લેવા માટે ગયા. રાહુલ ગાંધી ઉપરાંત યુપીએ પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે બાપૂ કુટીમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પીત કરી. રાષ્ટ્રપિતા પોતાનાં જીવનના અંતમાં થોડા વર્ષો દરમિયાન અહીં રહ્યા હતા. ત્યાર બાદ લંચની સમાપ્તિ બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પોતે જ પોતાની પ્લેટ સાફ કરતા જોવા મળ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અશોક ગહલોત, મલ્લિકાર્જુન ખડસે પણ હતા. કોંગ્રેસ અધ્યક્ષે એક વૃક્ષ પણ રોપ્યું હતું જેની નજીક તેમનાં પિતા રાજીવ ગાંધીએ 1986માં લગાવ્યું હતું. કોંગ્રેસના કોષાધ્યક્ષ અહેમદ પટેલે પત્રકારોને કહ્યું કે, મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપવું અમારા માટે નવી વાત નથી. ભાજપ હવે ગાંધીજી અને સરદાર પટેલને યાદ કરી રહ્યા છે. 



ઉલ્લેખનીય ચે કે મહાત્મા ગાંધીની 149મી જયંતી પ્રસંગે કોંગ્રેસ મંગળવારે અહીં પોતાની કાર્યસમિતીની બેઠક કરી રહ્યા છે. પાર્ટીએ કહ્યું કે, આ પ્રસંગે તેઓ દેશમાં વ્યાપ્ત ભય, ધૃણા અને હિંસાનું વાતાવરણની વિરુદ્ધ સંદેશ પણ આપશે. આવતા વર્ષે ગાંધીજીની 150મી જયંતી પ્રસંગે  આખુ વર્ષ ચાલનારા સમારંભમાં પણ આજે બાપૂની જયંતી દ્વારા જ થઇ રહ્યું છે. 

આ અંગે અગાઉ પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે, વર્ધામાં કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠક કરવાનું પ્રતીકાત્મક મહત્વ છે. તેમણે કહ્યું કે, સત્યાગ્રહ પર પ્રારંભિક વિચાર - વિમર્શ 1940 સેવાગ્રામમાં થયો હતો. કોંગ્રેસ કાર્ય સમિતીએ સેવાગ્રામમાં બેઠક કરીને ભારત છોડો આંદોલન પર પ્રસ્તાવ 14 જુલાઇ, 1942ને પસાર કરવામાં આવી હતી. એપ્રીલ 1936માં મહાત્મા ગાંધીના વર્ધા નજીક શેગાંવ ગામમાં પોતાનો નિવાસ બનાવ્યો અને તેને સેવાગ્રામ નામ આપ્યું હતું. 


 


ગાંધીજી કોઇ એક સ્થિર પ્રતિમા નહી પરંતુ તે જીવંત વિચાર અને મૂલ્ય છે. 
અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ગાંધી જયંતી પ્રસંગે રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલી આપી અને કહ્યું કે સત્ય અને અહિંસા ભારતનો મુળભુત ઢાંચો છે અને સાચા દેશભક્તોએ તેની રક્ષા કરવી પડશે. સંપ્રગ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષે મંગળવારે સવારે રાજઘાટ પહોંચીને બાપુની સમાધિ પર શ્રદ્ધા સુમન અર્પિત કર્યા. 

ત્યાર બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ગાંધીજી કોઇ એક સ્થિર પ્રતિમા નથી, પરંતુ તેઓ જીવંત વિચાર અને મૂલ્ય છે જેનું અનુસરણ સમગ્ર ભારતમાં કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, ગાંધી જી સત્ય અને અહિંસા માટે જીવ્યા અને તેના માટે તેમણે બલિદાન આપ્યું. સત્ય અને અહિંસા અમારા દેશનો મુળભુત ઢાંચો છે. સાચા દેશભક્તોને તેનું સંરક્ષણ કરવું જોઇએ. 

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે રાષ્ટ્રપતિને યાદ અપાવતા કહ્યું કે, શાંતિ, અહિસા, પ્રેમ, ભાઇચારા, બુલતાવાદ અને સમરસતાના વિચારો જાળવી રાખવા માટે પ્રત્યે ભારતવાસીનું કર્તવ્ય છે. ગાંધી જયંતી પ્રસંગે અમે તમામને બાપુના જીવનનાં આ અતુટ વિચાર પુન:આત્મસાત કરવું જોઇએ.