નવી દિલ્હી: ગણેશોત્સવનો તહેવાર ઢૂંકડો છે. સોમવારે એટલે કે 2જી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે. આમ તો ગણેશજીનું પૂજન શુભ મૂહુર્ત પર કરવું સારું રહે છે. પરંતુ જ્યોતિષાચાર્યોના મત મુજબ જો પૂજનના સમયે રાશિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે તો લાભ બમણો મળે છે. આવો જાણીએ કઈ રીતે કરવું પૂજન...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. જ્યોતિષાચાર્યના જણાવ્યાં મુજબ મેષ રાશિના જાતકોએ ગણેશજીને બુંદીના લાડુંનો ભોગ ધરાવવો જોઈએ. તેનાથી તેમના જીવનમાં ખુશહાલી આવશે. 


2. વૃષભ રાશિના જાતકોએ ગણેશજીને પ્રસાદમાં મોદક ચઢાવવા જોઈએ. તેનાથી જીવનમાં આવતી પરેશાનીઓ દૂર થશે. 


3. મિથુન રાશિના જાતકોએ ગણેશ પૂજા સમયે 'ઓમ વરદ મૂર્તયે નમ:' મંત્રનો જાપ કરવો જોઈએ. આ સાથે જ લંબોદરને લીલા રંગના વસ્ત્રો પહેરાવવા જોઈએ. તેનાથી તમારી પ્રગતિ થશે. 


4. કર્ક રાશિના જાતકોએ ગણેશ પૂજા વખતે સફેદ રંગના  કપડાં પહેરવા જોઈએ. ગણેશજીને સફેદ ચંદનનું તિલક કરવું જોઈએ. 


5. સિંહ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થી પર ભગવાનને લાલ પુષ્પ અર્પણ કરવું જોઈએ. આ ઉપરાંત લાલ વસ્ત્ર પોતે પહેરવું જોઈએ.  તેનાથી પરાક્રમમાં વૃદ્ધિ થશે. 


6. કન્યા રાશિના જાતકોએ ગણેશજીને પાન અર્પણ કરવું જોઈએ. તેનાથી સંકટોથી બચશો. 


7. તુલા રાશિના જાતકોએ ભગવાન ગણેશને સફેદ પુષ્પ ચઢાવવું જોઈએ. તેનાથી જીવનમાં શાંતિ કાયમ રહેશે. 


8. વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિજીની આરાધના વખતે ઓમ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી તમારા કામ થશે. 


9. ધનુ રાશિના જાતકોએ પૂજામાં પીળા ફૂલ, વસ્ત્ર અને અન્ય પીળા રંગની ચીજોનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી સકારાત્મકતા વધશે. 


10. મકર રાશિના જાતકોએ ગણેશજીનું ધ્યાન કરતી વખતે ઓમ વ્રાતપતયે નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. આ સાથે જ નીલા પુષ્પ અર્પણ કરવા જોઈએ. તેનાથી ખરાબ બલાઓથી બચશો. 


11. કુંભ રાશિના જાતકોએ ગણેશજીને સુકા મેવાનો ભોગ લગાવવો જોઈએ. તેનાથી ભગવાનની તમારા પર કૃપા રહેશે. 


12. મીન રાશિના જાતકોએ ઓમ હેરમ્બાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. આ સાથે જ પીળા પુષ્પ અર્પણ કરવા જોઈએ. તેનાથી ગણેશજી પ્રસન્ન રહેશે.