ગણેશોત્સવથી ગભરાતા હતા અંગ્રેજો, આઝાદીની લડાઇમાં આ રીતે ભજવી હતી મોટી ભૂમિકા
Ganesh Festival in Pune: પૂણેનો ગણપતિ ઉત્સવ વિશ્વભરમાં પ્રખ્યાત છે. સાર્વજનિક ગણેશોત્સવ અહીંથી શરૂ થયો હતો અને તેની શરૂઆત આઝાદી માટે લડતા ક્રાંતિકારીઓએ કરી હતી.
Who started ganesh Utsav and Why: ગણેશ ઉત્સવ ભારતના ઘણા રાજ્યોમાં અને વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. આમ તો તેની શરૂઆત મહારાષ્ટ્રના પુણે શહેરથી થઇ હતી અને એક ચોક્કસ હેતુ માટે કરવામાં આવી હતી. નહીતર આ પહેલા, ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી, ગણપતિ બાપ્પાની મૂર્તિઓ ફક્ત ઘરોમાં જ સ્થાપિત કરવામાં આવતી હતી. પરંતુ સ્વાતંત્ર્ય સેનાની અને સ્વાતંત્ર્ય સંગ્રામના પિતા લોકમાન્ય બાલ ગંગાધર ટિળકે તેનો ઉપયોગ અંગ્રેજો સામે લોકોને એકત્ર કરવા માટે શસ્ત્ર તરીકે કર્યો હતો. થયું એવું કે અંગ્રેજો ગણેશ ઉત્સવથી ડરવા લાગ્યા.
પત્નીની હયાતીમાં પતિ બાંધી શકે બીજી મહિલા સાથે સંબંધ : લગ્નમાં સેક્સ એ અગત્યનો આધાર
કોલ ઈન્ડિયામાં 560 જગ્યાઓ માટે ભરતી, દર મહિને 160000 રૂ. સેલેરી, આ રીતે કરો પ્રોસેસ
શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ, જો તમને ખબર હોય તો તમારે બેંકમાં જવું નહીં પડે
સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે...
'સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું મેળવીશ.' સૂત્ર આપનાર રાષ્ટ્રવાદી લોકમાન્ય બાલ ગંગાધર ટિળકે 1893માં પુણેમાં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી. જોકે અંગ્રેજોના સમયગાળા દરમિયાન લોકો કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ અથવા તહેવાર એકસાથે ઉજવી શકતા ન હતા અથવા એક જગ્યાએ ભેગા થઈ શકતા ન હતા. તેથી લોકો ઘરે જ ગણપતિની પૂજા કરતા હતા. તે પછી લોકમાન્ય બાલ ગંગાધર ટિળકે પુણેમાં પ્રથમ વખત જાહેરમાં ગણેશોત્સવ ઉજવ્યો. પાછળથી આ સાર્વજનિક ગણેશ ઉત્સવ એક ચળવળ બની ગયો અને તેણે આઝાદીની ચળવળમાં લોકોને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
લોકસભા ચૂંટણીમાં વોટ નહી આપનારના ખાતામાંથી કપાઇ જશે 350 રૂપિયા, જાણો શું છે સચ્ચાઇ?
આ રાજ્યમાં આગણવાડી કાર્યકર્તાઓને ભેટ, નિવૃતિની ઉંમર વધારી કરવામાં આવી 65 વર્ષ
જ્યારે ગણેશોત્સવ એક જાહેર ઉત્સવમાં પરિવર્તિત થયો હતો, ત્યારે તેનો ઉપયોગ સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના શસ્ત્ર તરીકે જ થયો ન હતો, પરંતુ તેને અસ્પૃશ્યતા દૂર કરવા, સમાજને સંગઠિત કરવા અને લોકોને જાગૃત કરવા માટેનું માધ્યમ પણ બનાવવામાં આવ્યું હતું.
શનિદેવ બનાવવા જઇ રહ્યા છે એકસાથે 2 રાજયોગ, આ 4 રાશિઓ પર વરસશે છપ્પરફાડ પૈસા!
મહાગોચર કરશે ભાગ્યોદય, જાણો કઇ રાશિવાળાનું આગામી 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ
વિરાટ સ્વરૂપે અંગ્રેજોને ડરાવી દીધા હતા
વીર સાવરકર સહિત અન્ય ઘણા ક્રાંતિકારીઓએ આઝાદીની લડાઈ માટે ગણેશોત્સવનો ઉપયોગ કર્યો હતો. ટૂંક સમયમાં જ સમગ્ર મહારાષ્ટ્રમાં જાહેર સ્થળોએ ગણેશ સ્થાપન થવાનું શરૂ થયું અને વીર સાવકર, લોકમાન્ય તિલક, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, બેરિસ્ટર જયકર, રેંગલર પરાંજપે, પંડિત મદન મોહન માલવિયા, મૌલિકચંદ્ર શર્મા, બેરિસ્ટર ચક્રવર્તી, દાદાસાહેબ ખાપર્ડે અને સરોજિની નાયડુ વગેરે લોકો ભાષણ આપતા હતા. આ રીતે ગણેશોત્સવ આઝાદીની લડતનું મંચ બની ગયો. સ્થિતિ એવી બની કે અંગ્રેજો પણ ગણેશોત્સવના વધતા જતા સ્વરૂપને લઈને ચિંતિત થવા લાગ્યા. રોલેટ કમિટીના રિપોર્ટમાં પણ આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પકવાન સાથે લાવ્યા હતા મુઘલ, આજે બિરયાનીથી માંડીને તંદૂરી ભોજન ભારતીયોની મનપસંદ વસ્તુઓમાંથી એક
Water on Moon: પૃથ્વીના લીધે ચંદ્ર પર બની રહ્યું છે પાણી? ભારતના આ મિશનથી વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો
Niacin Rich Foods: નિયાસિનની ઉણપથી થઇ શકે છે Diarrhea, બચવા માટે જરૂર ખાવ આ 5 વસ્તુઓ
હવે પુણેથી શરૂ થયેલો ગણેશ ઉત્સવ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે અને 10 દિવસીય ગણેશ સ્થાપના ઉત્સવ વિવિધ દેશોમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 19મી સપ્ટેમ્બર 2023થી શરૂ થશે અને ગણેશ વિસર્જન 28મી સપ્ટેમ્બરે થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEe 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. )
Swara Bhaskar: મેટરનિટી ફોટોશૂટ કરવવું પડ્યું ભારે, ટ્રોલર્સે લગાવ્યો ક્લાસ, ડ્રેસ નહી રંગ પર બબાલ
પિતાને વેચવી પડી ઘરની બધી જ સંપત્તિ, ચલાવવી પડી રિક્ષા, જેથી પુત્ર બની શકે IAS
એક એકથી ચડિયાતી છે આ કારો : માઈલેજના મામલે આ કાર્સ તમારું દિલ નહીં તોડે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube