Ganga Water: આખરે કેમ ગંગાજળ થતું નથી ખરાબ? જાણો નદીમાં ક્યાંથી આવે છે આટલી ગંદકીને સહન કરવાની ક્ષમતા
ઉત્તરાખંડના ગોમુખ હિમનદીની નજીક ગંગોત્રી ગ્લેશિયરમાંથી નીકળીને લગભગ 2510 કિલોમીટરની સફર કાપે છે.
જયેશ જોશી, અમદાવાદઃ બાળપણથી આપણે જોઈએ છીએ કે આપણા પૂજા ઘરમાં એક ડબ્બામાં ગંગાનું પાણી હંમેશા રાખેલું હોય છે. ખાલી હોય તો આપણે પોતાની નજીક વહી રહેલી ગંગા નદીમાંથી તેને ફરી ભરી લાવીએ છીએ. ગંગાનું પાણી હિંદુ પરિવારો માટે પવિત્ર માનવામાં આવે છે. કોઈપણ પૂજા-પાઠ ગંગાજળ વિના શક્ય નથી. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આટલા દિવસો ડબ્બામાં બંધ રહેવા છતાં પણ ગંગા નદીનું પાણી કેમ ખરાબ થતું નથી?.
કેમ ખરાબ થતું નથી ગંગા નદીનું પાણી:
બીબીસીના એક રિપોર્ટમાં લખનઉના નેશનલ બોટેનિકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટર રહેલા ચંદ્ર શેખર નોટિયાલે પોતાના રિસર્ચમાં સાબિત કર્યું છે કે ગંગાના પાણીમાં બીમારી પેદા કરનારા ઈ કોલાઈ બેક્ટેરિયાને મારવાની ક્ષમતા હજુ પણ છે. હિમાલયના ખોળા ગંગોત્રીમાંથી નીકળીને ધરતી પર વિશાળ રૂપ ધારણ કરનારી ગંગા બેક્ટેરિયાને મારવાની શક્તિ ત્યાંથી જ લઈને આવે છે. વૈજ્ઞાનિકોના મતે હિમાલયમાંથી નીચે ઉતરતી ગંગા પોતાના રસ્તામાં અનેક પ્રકારની માટી, ખનીજ અને જડી બુટ્ટીઓને મળે છે. આ બધામાંથી એક એવું મિશ્રણ તૈયાર થાય છે, જેને સમજી શકવું અત્યાર સુધી શક્ય બન્યું નથી.
Health Tips: કોરોનાથી બચવું હોય તો આજે આ વસ્તુઓ ખાવાનું છોડી દો, ભોજનમાં કરો આટલો ફેરફાર
ગંગા વાતાવરણમાંથી ઓક્સિજન ગ્રહણ કરે છે:
IIT રુડકીમાં પર્યાવરણ વિજ્ઞાનના રિટાયર્ડ પ્રોફેસર દેવેન્દ્ર સ્વરૂપ ભાર્ગવ કે જેમણે ગંગા પર રિસર્ચ કર્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે નદીની તળેટીમાં ગંગાને સાફ કરનારા વિલક્ષણ તત્વ રહેલા છે. સાથે જ તે કહે છે કે ગંગાના પાણીમાં વાતાવરણમાંથી ઓક્સિજન ગ્રહણ કરવાની જબરદસ્ત ક્ષમતા છે. ડૉ.ભાર્ગવના જણાવ્યા પ્રમાણે બીજી નદીઓની સરખામણીમાં ગંગામાં ગંદકીને શોષવાની ક્ષમતા 15થી 20 ગણી વધારે છે. તે જણાવે છે કે ગંગા નદી પોતાના એક કિલોમીટરના વહેણમાં જેટલી ગંદકી સાફ કરે છે, બીજી નદીઓ તેટલી ગંદકી 15થી 20 કિલોમીટરમાં સાફ કરે છે.
Corona ના લીધે આવ્યો Work From Home નો ટ્રેન્ડ, આ Tips થી રોકેટ જેવી થઈ જશે તમારા WIFI ની સ્પીડ
ગંગા નદીનું પાણી કેમ ખરાબ થતું નથી તેની પાછળ કેટલાંક કારણો છે તેના પર નજર કરીએ તો.
1. ગોમુખથી નીકળીને ભાગીરથી, દેવપ્રયાગમાં અલકનંદાને આવીને મળે છે.
2. દેવપ્રયાગ આવતાં-આવતાં તેમાં કેટલાંક પહાડો પણ ઓગળી જાય છે.
3. તેનાથી પાણીમાં એવી ક્ષમતા ઉત્પન્ન થાય છે, જે પાણીને ખરાબ થવા દેતી નથી.
4. દરેક નદીમાં વિશેષ પ્રકારના પદાર્થ હોય છે, જે કેટલાંક બેક્ટેરિયાને ઉત્પન્ન થવા દે છે અને અમુકને નહીં.
5. બેક્ટેરિયા બંને પ્રકારના હોય છે, એક જે સડાવે છે અને બીજા સડવા દેતા નથી.
6. ગંગામાં એવા બેક્ટેરિયા છે, જે સડનારા જંતુઓને ઉત્પન્ન થવા દેતા નથી.
ઉત્તરાખંડના ગોમુખ હિમનદીની નજીક ગંગોત્રી ગ્લેશિયરથી નીકળીને ગંગા લગભગ 2510 કિલોમીટરની સફર ખેડે છે. ગંગા નદી દક્ષિણ-પૂર્વ તરફ વહેતાં બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. અહીંયા ગંગાને પદ્મા કહેવામાં આવે છે. ગંગા નદી પશ્વિમ બંગાળમાં વિશ્વ પ્રસિદ્ધ સુંદરવન ડેલ્ટાનું નિર્માણ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube